SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૯૨) આચારાંગના નવમા અધ્યયનમાં, પોતાની ચર્યા એટલે પ્રવૃત્તિ જણાવે છે, એમ જણાવી શ્રમણ ભગવાન શ્રી મહાવીર મહારાજે જે ચર્યા એટલે પ્રવૃત્તિ મેક્ષ સાધવા માટે આચરી તે જણાવી છે અને તે નવમા અધ્યયનના ચારે ઉદ્દેશાને અંતે “ઘર વિહીવ” એ ગાથા મૂકી છે અને તેમાં તથા તેની ટીકામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે – ___ एष चर्याविधिः अनन्तरोतः अनुकान्तः-अनुचीर्ण: माहणेणत्तिश्रीवर्द्धमानस्वामिना मतिमता-विदितवेद्येन बहुशः-अनेकप्रकार अप्रतिक्षेन-अनिदाननेन भगवता-ऐश्वर्यादिगुणोपेतेन, एवम्-अनेन पथा भगवदनुचीर्णेनान्ये मुमुक्षवः अशेषकर्मक्षयाय साधवो રીતે-છત્તીતિ. અર્થાત્ શસ્ત્રપરિજ્ઞા જે આ શ્રી આચારાંગજીનું પહેલું અધ્યયન છે ત્યાંથી માંડીને આ બધે આ શાસ્ત્રમાં જણાવેલ વિધિ, સમગ્ર વસ્તુને જાણનાર શ્રમણભગવાન શ્રી મહાવીરદેવે કઈપણ પ્રકારની બાહ્ય-અપેક્ષા સિવાય અનેક વખત આચર્યો છે, અને આજશ્રી ભગવાને આચરેલા, આજ રસ્તેજ બીજા પણ મેક્ષની ઈચ્છાવાળા સાધુઓ, સમગ્ર-કમના ક્ષયાર્થે પ્રવૃત્તિ કરે છે. સ્પષ્ટતયા આવો લેખ છે છતાં જેઓ ઔદયિક અને ક્ષાયોપશમિક વિભાગ ન કરે, સંસારહેતુ અને મેક્ષહેતુન વિભાગ ન કરે અને માત્ર બોલ્યા જ કરે કે “ભગવાન શ્રી જિનેશ્વરદેવનું તે (છેલ્લા) ભવનું અનુકરણ હેય જ નહિ' એમ કહે તેનું શું કહેવું ? જેમાં મેક્ષ મળ્યું નથી તે પાછલા ભવનું અનુકરણ કરવા કહેવું અને જે ભાવમાં શ્રી જિનેશ્વરમહારાજે કલ્યાણના માર્ગો આદરી મોક્ષ મેળવ્યું તે ભવના અનુકરણને, શક્તિ હોય ત્યાં પણ, અનુકરણીય ન માની, નિષેધજ કરવો એ શું? એ નિષેધ કરનારાઓ ક્યા ધ્યેયને ઉદ્દેશીને કહેતા તથા કરાવવા માગતા હશે ને સુજ્ઞો જ સમજશે.
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy