SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૮) લુપ્ત થવાનું કે ભંડારી દેવાયાનું માનવું તે વિચક્ષણને ગ્રાહ્ય થાથ તેમ નથી, માટે શ્રી માનતુંગરિજીએ ચાર પ્રાતિહાર્ય અને કમલ સ્થાપનાનું વર્ણન, ધર્મોપદેશની, જગતના જીવની સ્પૃહા કરવા લાયક, સમૃદ્ધિની સત્તા જણાવવા માટે કરેલું છે અને તેથી જ ૩૩ મા કાવ્યમાં, તે અશેકાદિકના વર્ણન પછી ઉપસંહારમાં “થથા તવ વિભૂતિઃ એમ કહી વિભૂતિવાળા પ્રાતિહાર્યો તેમજ સૂર્યપ્રભાના અત્તરને વિષય લેવાથી પ્રભા એટલે કાતિવાળી ચીજોનું કાન્તિના અતિશયપણાનું વર્ણન પર્વે કર્યું છે તે સ્પષ્ટપણે ધ્વનિત કરે છે. સુરપુષ્પવૃષ્ટિ વિગેરે પ્રભા એટલે કાન્તિના અતિશયવાળી ચીજો ન ગણાય એ સ્પષ્ટ જ છે. ભામંડળમાં રહેલી કાતિ દુનિયાદારીમાં વિભૂતિ તરીકે ગણાતા પદાર્થોને મળતી ન હોય અથવા શ્રી જિનેશ્વરમહારાજના શરીરના તેજનું તેમાં પ્રતિબિંબિત પણું હે ઈ તે ભામંડળની સ્વયંવિભૂતિ તરીકે ગણાતા કાતિમાન પદાર્થોમાં ગણના ન કરી, અશોકાદિક કાન્તિમાનની ગણના કરી હોય એમ ૩૩ મા કાવ્ય ઉપરથી પણ સ્પષ્ટ થાય છે અર્થાત ભક્તામર સ્તોત્રના ચુમ્માલીશ કાવ્ય અસલથી છે એમ માનવું શ્રેયસ્કર છે. વળી વિભૂતિના વર્ણનમાં ઉપસંહારવાળા કાવ્યમાં જે આઠ પ્રાતિહાર્યોનું વર્ણન હેત તે પ્રાતિહાર્યો તરીકે જ ઉપસંહાર થવો જોઈતું હતું અને તેથી “સરબતિહાનિરવરતા યાદશરિત એના જેવા આદ્યપદવાળું કાવ્ય હોત તે અને તે પણ નથી માટે પણ કેટલાક પ્રાતિહાર્યરૂપ વિભૂતિના વર્ણનવાળા કાવ્યોવાળું ચુમ્માલીશ કાવ્યોનું જ ભક્તામર સ્તોત્ર હોય એમ માનવું યુક્તિસંગત છે. પ્રશ્ન ૭૩૯–સ્ત્રીરત્ન મરીને અવશ્ય છઠ્ઠી નરકેજ જાય કે અન્યત્ર પણ જાય? છઠ્ઠી નરકેજ જાય છે તેવા અક્ષરો (પ્રમાણ) શેમાં છે ? સમાધાન–સ્ત્રીરત્નને શંખાવર્ત નિ હોય છે અને કામાતુરપણાની અધિકતા હોવાથી ગર્ભની નિષ્પત્તિ થતી નથી એ હકીકત ધ્યાનમાં લેતાં
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy