SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૧), જ્યારે આવશ્યક વ્યાખ્યાકારે વ્યાપકપણે ત્યાં વ્યાખ્યા કરી ત્યારે નંદીજી આદિમાં સંભવપણે વ્યાખ્યા ધારીને જણાવ્યું કે-વેષરૂપ છાપ વિનાના કેવળ રૂપા તુલ્ય સાધુપણાના ગુણમાં રહેનારા હોય તે માત્ર પ્રત્યેકબુદ્ધો જ છે અર્થાત પ્રત્યેકબુદ્ધોમાં જ માત્ર સાધુપણાના વેષ સિવાય સાચા સાધુપણાને સંભવ ગણાય. આવી રીતે વ્યાપક અને સંભવની અપેક્ષાએ લેવાથી બને પાઠ મળતા થશે. પ્રશ્ન ૭૨૬-નવકારશીનાં પચ્ચખાણવાળે સેવા-પૂજા કરીને પચ્ચખાણ પારે તેમાં લાભ છે કે તે પચ્ચખાણ પારીને સેવા-પૂજા કરે તેમાં લાભ? સમાધાન-પચ્ચખાણ એ વિરતિરૂ૫ હેવાથી ભાવપૂજાનું અંગ છે, અને તેમાં પણ નવકારશી પચ્ચખાણ તે રાત્રિભજનવિરમણવ્રતના કાંઠારૂપ છે, માટે તેને દ્રવ્ય-પૂજા કરતાં ન્યૂન ગણાય જ નહિ અને દ્રવ્ય-પૂજાનું કાર્ય પણ ધર્મરૂપ હોવાથી તેમાં જાણી જોઈને વિલંબ કરો તે ઉચિત નથી એમ સમજી દ્રવ્ય-પૂજામાં નવકારશી પારવાની જરૂર છે એમ માનવું નહિ; છતાં કેઇને જે મુખમાંથી તેવી વાસ નીકળતી હેય અને તેથી નવકારશીનું પચ્ચખાણ પારીને પૂજા કરવાનું વિચાર થાય તે તે પણ અયોગ્ય નથી, પણ વધારે લાભ પચ્ચખાણ સહિતની વહેલી થયેલી પૂજામાં છે એ સમજવું જોઈએ. પ્રશ્ન ૭૨૭–કેટલાક અલુણું આયંબિલ કરે છે તે આયંબિલમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એવા કેટલા અને કયા પ્રકારો છે? સમાધાન–આયંબિલમાં અનાજમાં નાખેલું કે જુદું અચિત્ત એવું લવણ ખપતું નથી એવું ધારીને જેઓ અલુણું આયંબિલ કરતા હોય તેઓ તે શાસ્ત્રથી વિપરીત શ્રદ્ધાવાળા છે. શાસ્ત્રમાં દત્તિના અધિકારમાં બાળાસાયપામfi' એ ચેકો લેખ છે અને કેઈ પણ સ્થાને આયંબિલમાં લવણ ન લેવાય એવો લેખ નથી. આયંબિલમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભાંગ ધાન્ય અને તેના ઓસામણની અપેક્ષાએ કહેલા છે.
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy