SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૦) આયંબિલાદિ તપ કે અન્યક્રિયાઓ વિગેરે કરે છે તે ક્રિયા, તે તપ, તે અનુષ્ઠાન દ્રવ્યરૂપ ગણાય; ભાવરૂપ ગણાય નહિ. તથાપિ શ્રદ્ધાની શુદ્ધિ હોય ત્યાં સુધી તેવી ક્રિયાઓ વિગેરેથી મિથ્યાત્વ જ થઈ જાય છે એમ માનવું શાસ્ત્રસંગત નથી લાગતું. પ્રશ્ન ૭૧૧–ઉપધાનમાં સો લોગસ્સનો કાઉસ્સગ્ન કરવાનો છે તે લેગસ્સ સંપૂર્ણ કે “ચંદેસુ નિમ્મલયા' સુધી ? સમાધાન–રાઈ, દેવસિ પ્રતિક્રમણ વિગેરેમાં શ્વાસોચ્છવાસનું પ્રમાણ હોવાથી એકેક લેગસ્સના ચંદેસુ નિમ્મલયરા સુધી પચ્ચીસ શ્વાસોચ્છવાસના હિસાબે અને “સાગરવરગંભીરા સુધી સત્તાવીસ શ્વાસોચ્છવાસને હિસાબ લઈ પચાસ, સ, એકસો આઠ, ત્રણ, પાંચસો વિગેરે શ્વાસોચ્છવાસના કાઉસ્સગ્નમાં “ચંદે નિમ્મલયરા” કે “સાગરવરગંભીરા' સુધી લેગસ્સ ગણાય છે, પણ જ્યાં શ્વાસોચ્છવાસનું પ્રમાણ નથી તેવા ઉપધાન, જ્ઞાનપંચમી વિગેરેના કાઉસ્સગમાં લેગસ સંપૂર્ણ ગણવા જોઇએ. પ્રશ્ન હાર–ગ્રહણની અસક્ઝાયમાં કલ્પસૂત્રનું વાંચન થાય કે નહિ? સમાધાન-ચંદ્ર કે સૂર્ય, બંનેમાંથી કેઈનું પણ ગ્રહણ હોય તે તેમાં અસઝાય છે એ વાત અનેક શાસ્ત્રોથી નિશ્ચિત છે. કલ્પસૂત્રનાં વાંચનને અંગે “અસજઝાય સર્વથા ટાળવી જોઈએ એ પણ શાસ્ત્રમાં કહેલું જ છે. અસજઝાય ટળી શકે એવી ન જ હેય તે કલ્પસૂત્રનું વાંચન, અવશ્ય વાંચન ગણી, શ્રી વિજયસેનસૂરિજી મહારાજે વાંચવાની છૂટ આપી છે. (એસજઝાય ટાળી શકાય તેવી હોય છતાં, અને અસજઝાય પહેલાં વાંચી શકાય તેમ હોય છતાં પણ અસજઝાયમાં વાંચવાને જેઓ આગ્રહ કરે તેઓ શાસ્ત્રને કેમ (શી રીતે) આરાધતા હશે તેને ખુલાસો તેમની પાસેથી મેળવો.) પ્રશ્ન ૭૧૩– ઊંટડીનું દૂધ ભર્યા કે અભક્ષ્ય?
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy