SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૭) કયા ઉપાંગે સમજવાં તેમજ હાલ અંગ અગિયાર છે, જ્યારે ઉપાંગ બાર છે, અંગના અવયવભૂત ઉપાંગ હેય તે ઉપાંગમાં આવતું વર્ણન પણ અંગને અનુસરતું તેવું જોઈએ એ વાત શાસ્ત્ર મત છે? સમાધાન–વર્તમાન સમયમાં દૃષ્ટિવાદ નામના બારમા અંગને વિચ્છેદ હેવાથી અંગે અગિયાર છે. પણ દષ્ટિવાદની વખતે અંગે બાર હતા, અને તેને જ ઉદ્દેશીને ઉપાંગે પણ બાર રચવામાં આવ્યાં હતાં. આચારાંગ, સૂયગડાંગ, ઠાણુગ, સમવાયાંગ, ભગવતીજી, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અંતગડદશાંગ, અનુરોવવાઈ પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર, અને દૃષ્ટિવાદ એ બાર અંગ તેના અનુક્રમે ઉવવાઈ રાયપણું, વાભિગમ, પન્નવણા, જંબૂદીપપ્રજ્ઞપ્તિ, સુર્યપ્રાપ્તિ, ચંદ્રપ્રાપ્તિ, કપિયા, કમ્પવર્ડસિયા, પુષ્ટ્રિયા, પુફચૂલિયા અને નિરયાવલી એ બાર ઉપાંગે છે. અંગના કોઈપણ એક અવયવને અનુસરીને તેના વિસ્તારરૂપ ઉપાંગે હોય છે પ્રશ્ન ૬૦૪–ભાને શ્રી તીર્થંકરદેવની વાણુને લાભ મળતો હેય ત્યાં શાસનસંસ્થાપક શ્રી તીર્થકરદેવની જગ્યાએ શ્રી તીર્થંકરદેવની અપેક્ષાએ ઓછા જ્ઞાનવાળા ગણધરભગવાનને ગોઠવવા તે શું વ્યાજબી છે? સમાધાન–હા. કારણ કે શાસનની સ્થાપના શ્રી તીર્થકરોને હાથે થઈ, પણ એ શાસન ગણધરભગવંત રચિત શાસ્ત્રાધારે અવ્યાહતપણે એટલે અખલિતપણે ચાલવાનું હોવાથી શાસ્ત્રની માન્યતા પિતાના (શ્રી તીર્થંકરદેવના વચન) જેવી ચતુવિધસંધમાં કરાવવા માટે પૂ. શ્રી ગણધરભગવંત રચિત સર્વે અને તેમનું કથન સર્વજ્ઞવચન જેવું જ છે, એની જાહેરાત એક અપેક્ષાએ શ્રી તીર્થકરદે તેમની દેશનાકારાએ કરાવે છે. અર્થાત-તીર્થંકરદેવ કહે છે તેજ ગણધરલાગવત કહે છે તે નક્કી થાય. તેમજ શ્રીગણુધરવચન પર શાસનની એકસરખી પ્રતીતિ થાય તે માટે તીર્થંકરદે પહેલે પહેરે દેશના આપ્યા પછી બીજે પહેરે ગણધરભગવંત પાસે દેશના અપાવે છે.
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy