SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) વ=વિઘાડાત્ર વાઇરસ્તાવિતસ્ત્રિવિધઃ કાળે ! अष्टक १२ श्लो० ८ વળી દરેક પ્રતિક્રમણ કરનાર શ્રી વિરપ્રભુએ છ માસી તપ કર્યો એમ કહીને જ કાઉસ્સગ્નમાં ચિંતવે છે. દીક્ષા વખતે સંવત્સરીદાનને અનુસારે દેવાતું દાન, વાર્ષિક તપ ભગવાન શ્રી ઋષભદેવજીએ કર્યું તેને અનુસરીને થતું વાર્ષિક તપ તેમજ કલ્યાણકમાં કરેલાં તપ જેવાં કરાતાં તપ, વળી આચાર્ય મહારાજ જે સૂત્રના અર્થો કહે છે તે બધું ભગવાન તીર્થકરોનું અનુકરણીય વર્તન ગણીને જ છે. તા-ક-ઉપરનો લેખ વાંચનારે એ ધ્યાનમાં રાખવું કે ભગવાન જીનેશ્વરેનું વર્તન મેક્ષમાર્ગને અનુકૂલન હેય તેથી તેનું અનુકરણ દરેક મેક્ષાભિલાષીએ કરવાનું જણાવ્યું તેથી જે કર્મોદયથી થયેલી ભગવાનની પ્રવૃત્તિ-ગર્ભમાં નિશ્ચલ રહેવું, માતા પિતા જીવતાં સુધી ચારિત્ર ન લેવું, મેરૂ કંપાવો, લગ્ન કરવું, પુત્રીનો જન્મ વિગેરે છે, તેનું અનુકરણ કરવાના વિચારો પણ સમ્યગ્રષ્ટિ કરે નહિ; આ લેખને ફાવતે ઉપયોગ ન થાય એ માટે એ પણ સમજવું કે ભગવાનનું ક્ષપશમ કે ક્ષયજન્ય વર્તન અનુકરણીય છે અને ભગવાનની આજ્ઞા પણ તેવી જ માન્ય કરવાની અને તે શ્રદ્ધા, જ્ઞાન અને વર્તનથી અમલમાં મેલવાની છે. પ્રશ્ન પર–રાત્રિએ અને દિવસના સમયે કોઈ પણ વખતે સામાયિક થઈ શકે છે કે નહિ? સમાધાન–જરૂર થઈ શકે છે. સામાયિક એ એવી વિધિ છે કે તેને રાત્રિને અથવા દિવસને બાધ આવતો નથી, ગમે તે સમયે સામાયિક કરવું અને તેને લાભ મેળવે એ સરલ અને પદ્ધતિસરનું છે. પ્રશ્ન પ૩૦–ભગવાન મહાવીરદેવને પારણું કરાવવાની ભાવનામાં છરણ શેઠ એટલી હદે પહોંચ્યા કે તેમણે દેવદુંદુભિ ન સાંભળી હતી તે કેવલજ્ઞાન થઈ જાત, તે આ ભાવના કયા ગુણસ્થાનકની ?
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy