SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૦) ન કરનારા અને પાપાને અટકાવી દેનારા ઉત્તમ નથી એમ તમે શા ઉપરથી કહેશે ? અહીં પણ એમજ માનવું પડશે કે દીક્ષા લઈ પાપને રોકનારી એ જ ઉત્તમ છે. પ્રશ્ન ૧૧૭—તમે દીક્ષાના સંબંધમાં ખુલાસાઓ આપે છે તે યુક્તિયુક્ત છે, પણ જેને સ ંસાર ગમતા હોય તેને સાધુ જીવનમાં ધકેલી દેવામાં અમારૂ મન માનતું નથી એટલે માત્ર વાંધે છે; તે માટે આપ શું કહે છે ! સમાધાન—આ પ્રશ્નનું સમાધાન તા તમે પોતે જ છે. તમને સંસાર ગમે છે તે પછી અમે કયાં તમાને બલાત્કારે સાધુનાં વસ્ત્રો પહેરાવવા માગીએ છીએ ? અમારૂં કહેવું તો એટલુ જ છે કે જેને જે ગમે તે પસંદૃગીથી કરવા દે અને તે ઉપર પ્રતિબંધ ન મૂા. સંસારમાં રહેવુ હાય તેને ત્યાં રહેવા દો અને સાધુતા ધારણુ કરવી હોય તેને તે ધારણ કરવા દે. સાધુતા અને સંસાર એ એની વચ્ચેના રસ્તા ચ્છિા ઉપર ખુલ્લા રાખેા. ત્યાં પોલિસ બેસાડવા એ પાપ છે એટલું જ મારૂં કથન છે. પ્રશ્ન ૫૧૮— આઠે વર્ષે નીચે પણ અવસ્થા ભેદ જણાવેલા છે તેનું શું? સમાધાન—આઠ વર્ષની પહેલાં ત્રણ ચાર વર્ષે દીક્ષા આપે, તે તે અયેાગ્ય છે અને તેને માટે જ શાસ્ત્ર એવી દીક્ષા આપનારાને માટે પ્રાયશ્ચિત્ત કહ્યું છે, પણ આઠ વર્ષે દીક્ષા આપનારને માટે તેવું કહ્યું નથી, એથી પણ અમારી વાત જ સાબીત થાય છે. પ્રશ્ન પ૧૯—અયેાગ્ય–દીક્ષા આપવામાં આવી હોય તેા તેનું પ્રાયશ્ચિત્ત કાને લાગે છે ? સમાધાન—ગુરુનેજ. પ્રશ્ન ૫૨૦—જેઓ એમ માને છે કે દીક્ષાની વય ૧૬ ની ટુકાવીને ૮ વર્ષની રાખી છે તેનું શું?
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy