SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૯) પ્રશ્ન ૪૬૯-દીક્ષાને કાલ દરેક આરામાં જુદો જુદો હોય ખરો? સમાધાન–ક્રિોડપૂર્વનું આયુષ્ય છે, તેમાં દીક્ષાનો કાલ છેવટને જન્મ આઠ ને ગર્ભષ્ટમ વર્ષને રાખેલે છે, તે હવે એ હિસાબે મનુષ્યનું જીવન જ્યારે સે વર્ષનું છે ત્યારે તે તમારી ગણત્રીએ દીક્ષાનો કાલ પુરા એક દિવસને પણ થાય નહિં. પ્રશ્ન ક૭૦–દ્રવ્યક્ષેત્ર, અને કાલની દૃષ્ટિએ જોવાનું જૈન શાસ્ત્રમાં કહ્યું છે? સમાધાન-હા, પણ ધર્મને દ્રવ્ય, ક્ષેત્ર, કે કાલની અસર પહોંચી શકતી જ નથી, એ કોઈપણ ચીજ ધર્મને બાધ નહિ કરી શકે. અને કેઈપણ રીતે જે ધર્મને કોઈપણ વસ્તુની હાની થવાનો સંભવ હોય તે એ સંકટ સાધુએ સહન કરી લઈ ધર્મને બચાવી લેવો જોઈએ. દ્રવ્યાદિને બહાને પણ ધર્મને ત્યાગ કરવો જોઈએ નહિં. પ્રશ્ન ક૭૧- વ્યવહાર–ધર્મમાં અમુક વ્યવહાર અમુક સમયે જ કરવાનો હેય છે, તે તે પ્રમાણે દીક્ષાને પણ કેમ લાગુ ન પડે? સમાધાન–શાસ્ત્રકારો સ્પષ્ટ જણાવે છે કે તીથે જ્યાં સુધી પ્રવર્તે છે ત્યાં સુધી જન્મથી આઠ વર્ષે અને ગભષ્ટએ પણ દીક્ષા આપી શકાય છે. શાસ્ત્રના બીજા નિયમના પાલનપૂર્વક દીક્ષા આપી શકાય. તે પણ વયને નિયમ જાતિસ્મરણ-અવધિજ્ઞાન કે કુલ સંસ્કારથી તેવી સમજણ ન મળી હોય તેવાને માટે છે. પ્રશ્ન ૪૭૨– ક્યા સૂત્રમાં આપ જણાવે છે તેવું વિધાન છે? સમાધાન–નિશીથચૂર્ણ ખંડ બીજો, પત્ર ૨૮. પ્રશ્ન ક૭૩–તીર્થંકરદેવેનું જીવન ધડાલાયક એટલે કે તે બીજા માણસને માટે અનુકરણ કરવા લાયક ખરું કે નહિ?
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy