SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૨) शरीरेण सुगुप्तेन शरीरी चिनुते शुभम् । सततारम्भि जन्तुघातकेनाऽशुभं पुनः ॥ १॥ શરીરથી સુગુપ્ત પ્રાણી શુભ કર્મોને એકઠાં કરે છે અને તેનાથી વિરૂદ્ધ એટલે નિરંતર સતત (અહર્નિશ) આરંભમાંજ મન વચન કાયાના યુગને પ્રવર્તાવનારો અનેક ના ઘાતમાં જ ઉઘત પ્રાણી અશુભકર્મના આશ્રવને ઉપાર્જન કરે છે. પ્રશ્ન ૩૪૩–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને મેહનીય કર્મોના આશ્રવ શી રીતે આવે છે? સમાધાન–આ કર્મોના શુભાશુભ આશ્રના વિભાગ નીચે પ્રમાણે છે. ૧. જ્ઞાન ભણતાને વિઘ કરવું, શાસ્ત્રીય પદાર્થોને ઓળવી રાખવા, જ્ઞાન અને જ્ઞાનીઓની આશાતના કરવી, ઉપઘાત કરે અને જ્ઞાની મહાત્મા ઉપર માત્સર્ય રાખવું. આ તમામ જ્ઞાનાવરણીયના આ અશુભ જ હાય. ૨. દર્શનાવરણીયના આવો નિદ્રાઆદિકપ્રમાદનું આસેવન કરવાથી થાય છે. તે સર્વે અશુભ આશ્રવ જ છે. ૩. દેવપૂજા, ગુરૂસેવા, સુપાત્રદાન, છની દયા, ક્રોધાભાવરૂપ ક્ષમા, સરાગસંયમ, દેશવિરતિસંયમ, અકામનિર્જરા (અજ્ઞાની છોને થતી), શૌચ (પવિત્રતા), બાલતપ (વગર સમજે કરાતી તપશ્ચર્યા, આ વેદનીય કર્મનાં શુભ આશ્રવ છે. દુઃખ, શોક, પ્રાણુઓની હિંસા, રૂદન, રમત વિગેરે પોતે કરે અથવા બીજાને કરે તથા કરાવે વેદનીયકમેના અશુભ આશ્રવ છે. ૪. કેવલજ્ઞાની, શાસ્ત્ર, ચતુર્વિધસંધ, તથા ધર્મના અવર્ણવાદ બલવાથી, ઉપદ્રવ વિગેરે કરવાથી મેહનીયકર્મના આશ્રવ આવે છે અને તે અશુભ છે.
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy