SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૫) વખત ગબડે, પડે, ટીચાય, ઢીંચણે લેહી નીકળે, ત્યારે જ. તેમજ નિશાળે મોકલેલે રમતીયાલ છોકરી સાચે એકડે ક્યારે શીખે? કેટલીએ વખત એકડાની જગ્યાએ ખોટા લીટા કરે ત્યારે સાચે એકડે કરે. જેમ બાલકને ઉભુ રહેતા શીખવાડવામાં ભય પડવું, ટીચાવું, વિગેરે થાય તે પણ તેવું વર્તન કારણ છે, જેમ સાચે એક શીખવામાં ખોટા લીટા કારણ છે. તેવી જ રીતે એક વખતના ભાવ–ચારિત્રનું કારણ પણ અનન્સી વખતનાં દ્રવ્ય-ચારિ છે. દ્રવ્ય-ચારિત્ર પહેલાં કઈ પણ વખત લધું ન હોય અને ભાવ–ચારિત્ર આવી જાય તે તે મરૂદેવા આદિકની માફક આશ્ચર્યરૂ૫ છે. એ વાત પહેલાંના પ્રશ્નોત્તરોમાં કહેવાઈ ગયેલ છે. પ્રશ્ન ૩૨૪–અવધિજ્ઞાનનું લક્ષણ શું ? સમાધાન–બાહ્યપદાર્થો દૂર પ્રદેશમાં રહેલા હોય છતાં જે એકલા જ્ઞાન દ્વારા જાણી શકીએ તે જ અવધિજ્ઞાન, અવધિજ્ઞાન એ આત્માના ક્ષપશમથી થાય છે, ઈદ્રિયને અગોચર છે, માટે તેનું બાહ્યચિહ્ન હેય નહિં. પ્રશ્ન ૩૨૫-અનન્ત વખતની કરેલી દ્રવ્ય-ક્રિયા આત્મગુણોત્પત્તિની અપેક્ષાએ સાર્થક કેની ? અને નિરર્થક કેની? સમાધાન–અભવ્ય એ કરેલી અનન્તીએ વખતની દ્રવ્ય-ક્રિયા નિરર્થક છે, પણ ભવ્યાત્માએ કરેલી અનન્તી વખતની ચારિત્રની ક્રિયા, અનેક વખત કરતાં કરતાં કોઈ અશુભ કર્મના ઉદયથી તૂટી જાય તે પણ ભાવપ્રત્યાખ્યાન (ભાવથી ચારિત્ર)નું કારણ બન્યા વિના રહેતી જ નથી. કારણ કે શાસ્ત્રકારે સ્પષ્ટ અક્ષરોમાં લખે છે કે– 'बाध्यमान भवेद् भाव-प्रत्याण्यानस्य कारणम् । પ્રશ્ન ૩૨૬–અવંતીસુકુમાલે નલીનીગુલ્મવિમાને જવાની ઈચ્છાએ પ્રવજ્યા લીધી તે વખતે સમ્યકત્વ ખરું?
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy