SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૦) સમાધાન–ચારિત્રમાં મદદગાર થનાર સ્વદયાથી ચૂકે નહિ, અપવાદરૂપ દીક્ષાથી પણ કાંઈ પિતાના વ્રતમાં ખામી લાગતી નથી, કર્મબંધનથી નિરપેક્ષપણું હોય ત્યાં સ્વદયાને લેપ થાય છે. પ્રશ્ન ૨૫૩–સાધુ તે શાસ્ત્રની આજ્ઞા મુજબ માત્ર ઉપદેશને જ વળગી રહે ને? સમાધાન–સમજુ શ્રાવકે હોય ત્યાં એમ જ બને, અણસમજુ - શ્રાવકેને માર્ગે લાવવા માટે પણ અનેક વિધાન છે. પ્રશ્ન ૨૫૪–દેરાસર જીર્ણોદ્ધાર, ઉપધાન, સર્વવિરતિ આદિ માટે આદેશની પ્રવૃત્તિમાં પડનાર સાધુને બંધ થડે અને નિર્જરા વધારે કે કેમ? સમાધાન–કથંચિત્ પ્રમાદ આદિથી દોષ લાગે તે દોષ માન. થડે બંધ અને ઘણું નિર્જરા એ પક્ષ જ તત્વથી નકામે છે. નહિ તે નદી ઉતરવાની આજ્ઞા કરનારનું શું થાય ? હિંસાથી સકષાયીને થયેલું કર્મ તત્કાલ પણ શુભ-ભાવનાથી નિરિત થાય છે. પ્રશ્ન ૨૫૫–નલિની ગુલ્મ-વિમાન કયા દેવલોકમાં છે? સમાધાન-પ્રાયઃ સૌધર્મ–દેવલેકમાં છે, સેન પ્રશ્નમાં જોવાથી માલુમ પડશે. પ્રશ્ન ૨૫૬–વિહારમાં પાણી તથા વનસ્પતિવાળા બે માર્ગ આવે તેમાં સાધુ કયા માર્ગે વિહરે ? સમાધાન–વનસ્પતિ કરતાં પાણીમાં વધારે વિરાધના છે, એમ ધારી પાણીવાળે માર્ગે ન જાય. પ્રશ્ન ૨૫૭–તાવાર્થ સૂત્ર અધ્યાય બીજાના ચૌદમાં સૂત્રમાં તેઉકાય તથા વાયુકાયને સ્થાવર ન ગણતાં ત્રસ કેમ ગયા?
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy