SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ભંડારે સંગ્રહવા માટેનું જવામાં આવ્યું છે. તેમાં હાલ થડા ભંડાર ગોઠવવામાં આવ્યા છે. તેવી રીતે સુરતમાં સ્થાપન કરવામાં આવેલ શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમમંદિરમાં તિછલેકના વિમાનમાં શાશ્વતા ચેમાં સ્થાપિત કરાયેલાં ૧૨૦ જિનબિંબને અનુલક્ષીને ભૂગર્ભ સહિત ત્રણ મજલામાં ૧૨૦ પ્રભુબિંબ પશ્ચિમાભિમુખે સ્થાપિત કરવામાં આવ્યા છે. મુખ્ય તલમજલામાં આસોપકારી ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામી આદિ બિંબે, ચોટીગમાં આદિ તીર્થકર શ્રી આદીશ્વરજી આદિ બિંબે, અને ભૂગર્ભમાં શ્યામ આરસના સહસ્ત્રફણુ યુક્ત શ્રી પાર્શ્વનાથજી આદિ બિંબે, ભૂમિગૃહમાં ઉપરાંત શ્રી સિદ્ધચક્રજીના મંડળે બે સમવસરણરૂપે તે તે વર્ણના રંગવાળી પ્રતિમાઓથી બિરાજીત કરવામાં આવ્યા છે. ભૂમિગૃહમાં અને તળમજલાના રંગમંડપમાં પીસ્તાલીશે આગમોને તામ્રપત્રોમાં ઉપસાવેલા અક્ષરેથી આરૂઢ કરાવી ચેનલમાં કાચથી આચ્છાદિત કરી સ્થાપિત કરવામાં આવ્યા છે. ભૂમિગતમાં પાર્શ્વનાથજી અને કમઠ તાપસના પ્રસંગે વિગેરેને દ તલમજલે મુખ્ય રંગમંડપમાં શ્રી મહાવીરના પંચકલ્યાણક આદિદશ્યો અને ચોટી–શિખા મજલે શ્રી આદીશ્વરજીના પ્રસંગમાંના દરે દીવાલ ઉપર કોતરવામાં આવ્યા છે. મંદિરને ફરતી ચારે તરફની દીવાના બાહ્યભાગમાં ચૌદ સ્વને, અષ્ટમંગલ અને અષ્ટ પ્રાતિહાર્યો વિભૂષિત કરવામાં આવ્યા છે. સુરતના મંદિરમાં બિરાજમાન કરવા માટે પાદલિપ્તપુરમાં સં. ૧૯૯૯ની સાલમાં અંજનશલાકા થયેલા બિંબેમાંથી ૧૨૦ જિનબિંબ સં. ૨૦૦૩ના આશ્વિન વિજયાદશમી અને શુક્રવારે પાહુ તરીકે અત્રે પધરાવવામાં આવ્યા હતા અને એજ પ્રતિમાજીઓની તામ્રપત્ર આગમમંદિરમા વિસં. ૨૦૦૪ના મહા સુદ ૩ ને શુક્રવારે તા. ૧૩-૨–૧૯૪૮ની મંગલ પ્રભાતે રવિ અને રાજ આદિ ચાર શુભયોગવાળા સમયે આગામે દ્ધારક શ્રીઆનંદસાગરસૂરીશ્વરે પ્રતિષ્ઠા કરાવી હતી. આ બન્ને આગમમંદિરની રૂપરેખા જીવણચંદ સાકરચંદ ઝવેરીના લખાણ ઉપરથી લીધી છે.
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy