SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) સમાધાન—આચારાંગવૃત્તિ, જીવાભિગમ, અને તત્ત્વાર્થાદિ શાસ્રામાં જે તેઉકાય–વાયુકાયને ત્રસ તરીકે ગણાવ્યા છે તેનુ કારણ એ છે કે જ્વાલા વિગેરે તેઉકાય અને પૂર્વ દિશાના વાયરા વિગેરે પ્રત્યક્ષ રીતે ચાલતા દેખાય છે. પણ તે ચલન તેમનુ સ્વાભાવિક હોવાથી અને સુખની પ્રાપ્તિ માટે કે દુઃખ દૂર કરવા માટેની ઇચ્છાપૂર્વક ન હોવાથી તેમને બીજી જગાએ સ્થાવર ગણ્યા છે. ત્રસના એ પ્રકાર છે. એક લબ્ધિત્રસ અને ખીજા ગતિત્રસ; તેમાં આ તે અને વાઉ ચાલવા માત્રથી તિરૂપે ત્રસ ગણાય છે. પ્રશ્ન ૧૭૩—તીથંકરભગવાનના શાસનના યક્ષયક્ષિણી કયા પ્રકારના દેવતા છે ? સમાધાન—મુખ્યતાએ તે વ્યંતરનિકાયના હોય છે. પ્રશ્ન ૧૭૪—ખસખસ કાયમ અભક્ષ્ય છે કે કેમ ? ફાગણ ચામાસા પછી, ચૂલે ચઢ્યા પછી ખસખસ નાંખેલી ચીજ સાધુને ખપે કે નહિ ? સમાધાન—બારે માસ રાંધતી વખતે ચૂલા ઉપર જ નાંખેલી ખસખસવાળી વસ્તુ ચિત્ત પરિહારીને ખપી શકે છે. તલ વિગેરેની મા અતિચારમાં અલક્ષ્ય ગણાય છે, તે બહુબીજ કે સૂક્ષ્મખીજની અપેક્ષાએ છે. પ્રશ્ન ૧૭૫–—વાસ્તવિક વિનયનું સ્વરૂપ શું છે ? સમાધાન—ગુણવાનાને આવતા જોઈ ઉભા થવું, આસન આપવુ આદૃિરૂપે જે ગુણા અને ગુણીઓનુ બહુમાન કરાય તે વિનય કહેવાય, વિનયના ભાવા તા શાસ્ત્રકારાએ તે જ કહ્યો છે કે-વિનીયન્ત અનેન જર્નાનિ ત્તિ વિનય:' જેના વડે કરીને કર્મોને દૂર કરાય ( એટલે જે ક્રિયા કર્યાંના નાશ કરે) તે વાસ્તવિક વનય કહેવાય છેઃ કક્ષયાદિની ભાવના વિના અલાદિએ કરેલ વિનય તે વાસ્તવિક વિનય નથી.
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy