SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૩) સમાધાન–મહાવિદેહમાં પહેલે, બીજે, ત્રીજે, ચોથો વિગેરે આરાઓની વ્યવસ્થા છે જ નહિતે પછી ચોથે આર જ વર્તે છે. એવું જેઓ કહે છે તે તદ્દન ખોટું છે. પણ તત્ર અનાદિ અનન્તકાલને માટે મેક્ષમાર્ગ અપ્રતિબદ્ધ રહે છે, માટે આ ભરતક્ષેત્રાદિકમાં જેમ સમગ્ર ચોથા આરામાં મોક્ષમાર્ગ ચાલુ રહે છે, એ અપેક્ષાએ એમ કહી શકીએ કે મહાવિદેહક્ષેત્રમાં સદાને માટે આ ભરતક્ષેત્રના ચોથા આરાના ભાવ વતે છે, ને તેથી ત્યાં દુષમ-સુષમા પ્રતિભાગ નામને કાલ હમેશાં છે એમ શા કહે છે. પ્રશ્ન ૧૩૩ જૈનશાસનમાં ઋષભદેવભગવાન , મહાવીર પ્રભુ આદિ, તીર્થકર વ્યક્તિ તરીકે પૂજાય છે કે જાતિ તરીકે ? ને એક તીર્થંકરની પૂજાથી સમગ્ર તીર્થંકર પૂજાય છે કે કેમ ? તેમજ અવજ્ઞા અને આશાતનાદિક દેશે એક વ્યક્તિના કરીએ તે પણ સમગ્રના લાગે છે કે કેમ? સમાધાન-જૈનશાસનમાં શ્રી ઋષભાદિક તીર્થ કરેની ગુણઠારાએ પૂજા કરવાથી જાતિ તરીકે જ તેઓ પૂજાય છે. પણ વ્યક્તિ તરીકે પૂજાતા જ નથી. તેથી એક તીર્થકરની અવજ્ઞા કે આશાતના કરવામાં આવે તે અનંતા તીર્થકરોની અવજ્ઞા તથા આશાતનાને દોષ લાગે, અને તેથી જ એક તીર્થંકરની પૂજા અને આજ્ઞાનું પ્રતિપાલન કરે તે અનંતા તીર્થકરોની પૂજા અને આજ્ઞાપાલનને લાભ મળી શકે છે. પ્રશ્ન ૧૩૪–પરમાધામીથી, પરસ્પરથી અને ક્ષેત્રથી થતું દુઃખ મિથાદષ્ટિ અને સમ્યગદૃષ્ટિ નારકીઓને એક સરખુ હોય કે જૂનાધિક? સમાધાન-મિથાદષ્ટિ નારકી કરતાં સમ્યદૃષ્ટિ ઓછા ઉત્પાતવાળો હોવાથી તેને પરમાધામીત, અને અન્યત દુઃખ ઓછું હોય છે અને ક્ષેત્રથી તે બંનેને સરખું જ હોય છે. પ્રશ્ન ૧૩૫–યુગલીઆ મનુષ્યને વૃદ્ધાવસ્થા હોય કે નહિ? યુગલિકે આર્ય છે કે અનાય ?
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy