SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર લેખન શૈલી અંગે તથા અગાધ વિદ્વત્તા અંગે શું લખવું! તેઓશ્રી આપણું શ્રીસંઘના આગલી હરોળના વિદ્વાન છે. તેઓશ્રીની સંવેગ-વૈરાગ્ય રસઝરતી કલમે આ ચરિત્ર લખાયું છે, તેઓના શાસ્ત્રીય જ્ઞાનને લાભ સુજ્ઞ વાચકને સુપેરે મળે છે તેઓશ્રીએ આ પહેલાં પણ અનેક વિષયેના નાના–મેટા ગ્રન્થો લખ્યા છે. - તેઓશ્રીના આ લખાણમાં પણ ઠેર ઠેર આદર્શ ગુરુ ભકિત, અવિહડ શાસ્ત્ર પ્રીતિ, પૂર્ણ શાસ્ત્ર-વફાદારીનાં દર્શન થાય છે. પ્રાન્ત મને આ પ્રાસ્તાવિક લખાણ લખવાને નિમિત્તે એક ગીતાર્થ-ગણ-શણગાર, શ્રમણ ગણુ ધુરાણ ત્યાગી તપસ્વી સંયમ-ધર પુરુષના પ્રેરક જીવનચરિત્રને બારીકાઈથી વાંચવાને લાભ મળે–તેને આનંદ છે. આ ચરિત્ર વાંચ્યા પછી એવી લાલચ થાય છે કે લેખક પ્રવર શ્રી બીજા પણ સાગરશાખાને નામી અનામી જે મુનિગ ઉચ્ચ અને આદર્શજીવન જીવી ગયા છે તેઓનાં ચરિત્રો, જીવનના ઉમદા બેધદાયી જીવન પ્રસંગે, આપણી સમક્ષ મુકે તે તે બહુ ઉપકારક બનશે. આ ચરિત્રના વાંચનથી અનેક ભવ્ય જ બોધિ બીજને પ્રાપ્ત કરે, પ્રાપ્ત સમ્યકત્વને નિર્મળ અને સ્થિર કરે, એજ એક શુભાભિલાષા શંખેશ્વરતીર્થ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીવિજય હેમચંદ્ર સૂરિવારના મહા સુદી એકમ ચરણરેણુ મુનિ પ્રદ્યુમ્નવિજય. વિ.સં. ૨૦૩૬. ગણું,
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy