SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આગમધરસૂરિ ૨૩ નથી માટે હવાફેર કરવા જાય છે. લોકોમાં પણ આવી જ વાત હતી. ફક્ત પિતાજી સાચી વાત જાણતા હતા. વાટમાં મોટાભાઈએ હેમચંદ્રને કહ્યું, ભાઈ ! “તું એમ માનતે હોય કે-“હું અમદાવાદ દવા કરાવવા જાઉં છું. હવાફેર કરવા જાઉં છું. થોડા દિવસ આરામ કરવા જાઉં છું.” તે તું છેતરાઇશ, મેં જ્યારથી કપડવંજ છોડયું છે ત્યારથી મને પૂર્ણ શાંતિ છે. પરમાત્માના શાસનની દીક્ષા લેવા હું નીકળ્યો છું, ભવ–દાવાનળમાં હું સળગવા નથી માગત, તારે જે રૂચી હોય તે તું કરજે. હવે હું ગૃહરથ વેષે કપડવંજ નથી આવવાને. જયેષ્ઠભ્રાતા ! આપ જે માર્ગે જાઓ છે, એ માર્ગે જવાને તો મેં કયારને નિર્ણય કર્યો છે. હું કેટલાય દિવસથી એ દિવસની રાહ જોઈ રહ્યો છું કે મને સંયમ મળે. પાંખે ન હતી. જો પાંખો હેત તે જ્ઞાની ગુરૂના ચરણે બેસી સંયમની સાધના કરતા હતા. પણ લાચાર હતું કે પાંખો ન હતી. આપની જે ભાવના છે, તે મારી પણ છે. હું સંયમી બનીશ. આત્માનંદી થઈશ. હે ભગવન ! આખા વિશ્વમાં મેં અન્ય–તમારા સિવાય બીજા કોઈપણ ધર્મને ઉપદેશ કરનાર જોયા નથી. કારણ કે બીજાઓના ઉપદેશમાં હેય-ત્યાગ કરવા યોગ્ય અને ઉપાદેય ગ્રહણ કરવા યોગ્ય તેના વિષયનું વિશિષ્ટ જ્ઞાન જ તેમનામાં નથી.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy