SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ હ૭ સ્વર્ગસ્થ આગમેદ્વારકશ્રીને નિવાપાંજલી સંકાઓથી ભૂલી જવાયેલી શ્રમણોની પઠન પાઠનની વાચનાપદ્ધતિને પુનરૂદ્ધાર કરનાર વાચનાદાતાના સ્વર્ગગમનના સમાચારથી આજે આપણે સમાજ શેકના સાગરમાં ડુબે છે. સાગરજી એ ટુંછતાં મધુરું નામ લેતાં જૈન-સમાજમાં નવી ઉષ્માનો સંચાર થાય અને એમના દર્શનથી પાપીમાં પણ પાપીને પાવન બનવાની પ્રેરણું જાગે એવં એ નરરત્નના વિયોગની વેધક વાંસળી વાગતા વિરહ વેદનાથી હૈયું લેવાઈ જાય છે. કપડવંજમાં એક વણિક શ્રેષ્ઠિને ઘેર ૧૯૩૧માં અષાડ વદ અમાવાસ્યાના દિવસે આ તેજસ્વી આત્માએ જન્મ લીધે યૌવનના બારણામાં પેસતાંજ ૧૯૪૭માં સોળ વર્ષની ઉંમરે એમણે સમર્થ જ્ઞાની પૂશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધી. એમના ઓજસ્વી વ્યક્તિત્વ અને વિશાળ અભ્યાસના પ્રતાપે એમણે ૧૯૭૪માં જવાબદારી ભર્યું આચાર્યપદઅલંકૃત કર્યું આમ ઓગણસાઠ વર્ષના લાંબા જીવનમાં સત્ય અને સિદ્ધાન્તને માટે અન્ત સુધી એકલે હાથે ઝઝુમનાર એમના જેવા શાસનરક્ષક નરવીર સેનાપતિની ન પુરાય તેવી ખોટ કોણ પુરી શકે તેમ છે ? એમની સુમધુર શીતળછાયા નીચે હજારે સંતપ્ત હેયા અપૂર્વ શાંતિ મેળવતાં એમના જ્ઞાનફળથી લાખો શ્રુધિત-હૈયા પિતાની ભૂખ મટાડતાં એમની પ્રેરણા વડે હજારે માણસે પિતાનું જીવન ધન્ય બનાવતાં અને મિથ્યાત્વના ત્રાસથી ત્રાસ પામેલા અનેક મુક્તિપંથના પ્રવાસીઓ એમની છત્રછાયા નીચે વિશ્રામ લેતા આજે સંસારને એ મહાવડ ઓચિંતે જ પડી જતાં માનવપક્ષીઓ નિરાધાર અને અસહાય બન્યા છે. એમ એમની આંખમાં જે કૃપા હતી. મુખ પર જે નમ્રતા હતી. વાણમાં જે અમૃત હતું. હૈયામાં જે વાત્સલ્ય હતું, આકૃતિમાં જે
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy