SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાતઃસ્મરણીય આગદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ આનન્દસાગરસુરીશ્વરજી મહારાજ સુરત મુકામે વૈશાખ વદ ૫ શનિવારે કાળધર્મ પામ્યાના સમાચાર આવતાં આખા શહેરમાં વિજળી વેગે સમાચાર પહોંચી ગયા. અત્રે નાગજી ભુદરની પિળના ઉપાશ્રયે પંન્યાસ શ્રી હેમસાગરજી મહારાજને સમાચાર મળતાં શહેરના ઉપાશ્રયમાં રવિવારે સવારે ૮-૩૦ વાગે દેવવંદન કરવાનું કહેવડાવ્યું હતું. તે ડેલાના ઉપાશ્રયથી પં. રવિવિજયજી મ. પં રામવિજયજી મ. પં. શાન્તિવય મ. પં. ભાનવિજયજી મ. વિ. ઉજમબાઇની ધર્મશાળાએથી ૫૦ ચન્દ્રવિજ્યજી મ. આદિ લુવારની પળેથી પં. મુક્તવિજયજી મ. ૫૦ મંગલવિજયજી મ. તથા જ્ઞાનમંદિરેથી પં. તિલકવિજયજી મ. શામળાની પળેથી મુન ચન્દ્રોદયસાગરજી તથા મુનિ સુરેન્દ્રસાગરજી આદિ તેમજ વિદ્યાશાળા, પગથીયા ઉપાશ્રય, આમલીપળ, સરસપુર; વિગેરેથી મોટા પ્રમાણમાં સાધુમહાત્માઓ તેમજ વિશાળ સાધ્વી-સમુદાય ચતુર્વિધ સંધસમસ્ત દેવવંદનનો વિધિ કર્યો હતો. ત્યારબાદ પૂ પન્યાસજી શ્રી ચંદ્રવિજય મહારાજે પૂ. આગમેદ્ધારક આચાર્યદેવશ્રીના ગુણગાન કરતાં જણાવ્યું કે પૂ૦ આચાર્ય મહારાજશ્રીને વધુ પરિચય નથી; છતાં તેઓશ્રીની જીવન ઝરમર જાણું છું તે કહું છું. પૂર્વે વળા મુકામે દેવહિંગણિ ક્ષમાશ્રમણે વાચા આપી હતી, તેમ વર્તમાનમાં આગમહારક આચાર્યશ્રીએ ચતુર્વિધ સંધસમસ્તને પાટણ, અમદાવાદ, કપડવંજ, સુરત, રતલામ, પાલીતાણા વિગેરે સ્થાનમાં વાચનાઓ આપી હતી, તેમજ આગમનું શુદ્ધ સંશોધન કરી આગમ સાહિત્ય છપાવી જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે, તીર્થરક્ષા માટે અંતરીક્ષછના કેસને હું સાદ્યન્ત જાણું છું. તેમાં સત્ય અને સચોટ જુબાની માટે ન્યાયાધીશને પણ તેમની સત્યતા માટે પ્રશંસા કરવી પડી હતી, જ્ઞાન માટે અવિરત પ્રયત્ન હતા. શાસન માટે અજબ ધગશવાળા એ પુરુષ હતા. તેમના સમુદાયમાં તે ખેટ પડી છે. પણ તપગચ્છ સમાજમાં પણ તેમની ખેટ પુરાવી મુશ્કેલ છે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy