SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતે મેળવી શુદ્ધ-આગમગ્રંથે પ્રકટ કરવામાં આવ્યા હતા. જૈન આગમ ગ્રંથ ઉપર તેઓશ્રીને અપૂર્વ પ્રેમ અને રાગ હો, આગમિક સાહિત્યનું વાંચન સાર્વત્રિક થાય, જૈન મુનિમહારાજાઓને આગના શ્રવણુ અને મનનને લાભ મળે તે માટે તેઓશ્રીએ પાલીતાણ આદિ મુકામે આગમની સાત વાચના આપી હતી. જે વાચનાને ગચ્છ કે સંઘાડાના ભેદભાવ વિના મુનિમહારાજાઓએ અને ગૃહસ્થોએ લાભ લીધે હતો. આગમવાચનાને આ આ પ્રસંગ પૂર્વાચાર્યોના વખતની વલ્લભી અને માથુરી વાચનાની કંઈક ઝાંખી કરાવતું હતું. આગમ-શાસ્ત્રને કાળક્રમે નાશ ન થાય. તેમાં કેદ હસ્તક્ષેપ કે ફેરફાર ન કરે તેવા આશયથી તેઓશ્રીએ પાલીતાણું–શત્રુ જય તીર્થની તળેટીમાં માટે ખર્ચે આગમ-મંદિર બંધાવેલ છે. અને દીવાલ ઉપર આરસની તખ્તીઓમાં સમગ્ર આગમને કાતરાવેલ છે. જે આગમમંદિર સ્વઆચાર્ય મહારાજને મહાન સ્મરણસ્તંભ છે. તે પ્રમાણે સુરત શહેરમાં પણ તામ્રાપત્રો ઉપર આગમને અંકિત કરવામાં આવ્યા છે. આ રીતે આગમના ઉદ્ધારની આચાર્ય મહારાજશ્રીની અનુપમ સેવા છે. તે માટે આગમ દ્વારક, આગમ-દીવાકર, શાસન-શિરોમણિ આદિ અલંકારોથી વિભૂષિત થયા છે. આચાર્ય મહારાજશ્રીને અમને થોડેક અંગત પરિચય હતો. તેઓ સતત અભ્યાસી હતા. વાંચન સંશોધન પ્રકાશન આદિ કામમાં તેઓ કાયમ પ્રવૃત્ત રહેતા. સમયને સદુપયોગ આખા જીવનમાં તેઓશ્રીએ જે કર્યો છે, તેવો ભાગ્યે જ બીજા મુનિઓએ કર્યો હશે. આગમોના ઉદ્ધાર માટે તેઓ એક અવતારી પુરુષ થયા હતા. આખું જીવન આગમના ઉદ્ધાર માટે વાપર્યું હતું. સંતપુરુષોની જ્ઞાનવિભૂતિ પરોપકાર માટે જ હોય છે. આવા જ્ઞાનવિભૂષિત આચાર્ય મહારાજના અવસાનથી જૈન–સંધ અને જૈન–સમુદાયને ન પુરાય એવી ખોટ પડેલ છે. તેઓશ્રીના વિદ્વાન અને સુશિષ્ય પરમગુરુ મહારાજ પાસેથી મેળવેલ વારસે સાચવી રાખી તેમાં વૃદ્ધિ કરશે. એવી અમારી અભ્યર્થના છે. જીવરાજ ઓધવજી દેશી
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy