SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ જીવનનાં ચાર તચિત્ર ને એ પત્થરમાં કાતરેલા પટો છે તેમાં રંગમંડપની દિવાલો ઉપર ચાર તૈલચિત્રા છે, અને એક પત્થરમાં કાતરેલા પટ છે તથા એક મંડપના દ્વાર ઉપર પથ્થરમાં કાતરેલા પટ છે. પણ પહેલા : મરુદેવામેાક્ષ રંગમંડપના પ્રવેશદ્વાર ઉપર બહાર દીવાલમાં પત્થરમાં શ્રી મરુદેવામાક્ષ નામના પટ કાતરવામાં આવ્યા છે. ભગવાને દીક્ષા અંગીકાર કરી તેથી પુત્રના માહથી રડતાં મરુદેવામાતાને આંખે પડલ આવી ગયાં છે, અને રાજ ભગવાનના સમાચાર પૂછે છે. આવામાં ભરત મહારાજને આયુધશાલામાં ચક્રરત્ન ઉત્પન્ન થાય છે, તેજ વખતે વિનીતા નગરીના પુરિમતા નામના પરાના શમુખ ઉદ્યાનમાં ભગવાન શ્રીષભદેવને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેની વધામણી લઇને ઉદ્યાનપાલક આવે છે. આથી મરુદેવામાતાને ભરત મહારાજા કહે છે કે— પધારો, પુત્રની ઋદ્ધિ બતાવુ. દાદીમાને હાથી પર અંબાડીમાં બેસાડી સવારીમાં લઇ ને ભરત મહારાજા આવે છે. વાજિંત્રનાદ સાંભળતાં દાદીમાને હાથ લાંખે કરી ઋદ્ધિ બતાવે છે. એથી માતાને હર્ષોંનાં આંસુ આવવાથી પડલ વિખરાઈ ગયાં. ઋદ્ધિ જોઇ ને એકત્વ ભાવનામાં આવ્યાં અને તે ભાવનાને ભાવતાં હાથીની ઉપર જ કેવળજ્ઞાન પામી તે જ વખતે માક્ષે ગયાં. તે બતાવનાર આ દૃશ્ય છે. : ચિત્ર પહેલુ : શ્રીસિદ્ધાચલ-મહિમા : રંગમંડપમાં ઉત્તર તરફની દીવાલમાં વર્તુલ આકારે શ્રીસિદ્ધાચલ-મહિમા નામનું તૈલચિત્ર છે. ભગવાન શ્રીઋષભદેવજી પોતાના ગણધર પુંડરીકસ્વામી તથા અન્યનિરાજો સાથે સિદ્ધાચલ ઉપર સમવસર્યા છે. ત્યાંથી વિહાર કરતા પુંડરીકસ્વામીગણધરને સ્વમુખે જણાવે છે કે—આ તીર્થના પ્રભાવે તમને અને તમારા પરિવારને કેવળજ્ઞાન અને મેક્ષ થશે, અને તીના મહિમા વધશે. આથી તમારે
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy