SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ વૃત્તના ચૈત્યની નજીકમાં શ્યામા નામના ગાથાપતિના ક્ષેત્રમાં સાલવૃક્ષની નીચે ગાદેહિક આસને છઠ્ઠના તપમાં આતાપના લેતા પ્રભુને વૈશાખ સુદ ૧૦ ને દિવસે કેવળજ્ઞાન ઉપન્ન થયું. અને અષ્ટ પ્રાતિહાર્યથી વિભૂષિત થયા. (સમવસરણમાં ક્ષણભર દેશના દીધી તે નિષ્ફલ થઈ) (૨) તીર્થસ્થાપના - બીજે દિવસે એટલે વિશાખ સુદ ૧૧ ને દિવસે નજીકમાં રહેલા મહસેનવને પધાર્યા અને ત્યાં સમવસરણની રચના દેવોએ કરી, તેમાં ભગવાન બિરાજમાન થયા. ૪૪૦૦ બ્રાહ્મણથી પરિવરેલા ગૌતમ વિગેરે નેત્રવાળા ઇન્દ્રભૂતિ આદિ અગિયાર બ્રાહ્મણ પંડિતોએ પ્રભુવડે પોતાના સંશોનું નિવારણ થવાથી તે બધાએ દીક્ષા અંગીકાર કરી. તેમાં ઇન્દ્રભૂતિ વિગેરે અગ્યિારે ભગવાનના મુખથી ત્રિપદી સાંભળી અને ચૌદ પૂર્વ અને બાર અંગની રચના કરી. પ્રભુએ તેમના મસ્તકે દિવ્યચૂર્ણ નાખ્યું અને તેઓને ગણધર પદે સ્થાપ્યા. આમ ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. અર્થાત તીર્થની સ્થાપના થઈ. આ રીતે બે દશે આ પટમાં છે. પટ પાંચમે નિર્વાણ કલ્યાણક – રંગમંડપની દક્ષિણ તરફની દીવાલ ઉપર નિર્વાણ કલ્યાણકને પટ પત્થરમાં કોતરવામાં આવ્યો છે. (૧) અંતિમ-દશના - અપાપાનગરીમાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજ અંતિમ ચાતુર્માસ રહ્યા. આયુષ્ય પૂર્ણ થયા પૂર્વના ૧૬ પહેર સુધી પ્રભુએ લાગલગાટ દેશના આપી. અને છેવટે હસ્તિપાલ રાજાની લેખક-શાળામાં અંતિમ-દેશના આપી. ત્યાં નવ મલ્લક અને નવ લેચ્છક એમ ૧૮ ગણરાજાઓ એકઠા થયા છે. (૨) નિર્વાણ-કલ્યાણક :- આસો વદ ૦))ની પાછલી રાત્રિએ સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં સ્વાતિ નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ આવતાં અષ્ટ પ્રાતિહાર્યથી શોભતા શ્રમણ ભગવાન મહાવીર મહારાજ નિર્વાણ પદને પામ્યા (મેક્ષે ગયા.) (૩) ગૌતમસ્વામી-કેવળજ્ઞાન - ભગવાન મહાવીરસ્વામી પિતાના નિવણ સમયની નજીક ગૌતમસ્વામીને
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy