SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ જોવાથી ખરક વૈદ્યની પ્રેરણાથી સિદ્ધાર્થ શેઠ અને તે વૈદ્ય જ ંગલમાં આવે છે. તેઓ કાનમાંથી ખીલા કાઢે છે. તે વર્ણન બતાવનાર આ દૃશ્ય છે. પાંચ કલ્યાણકાનાં પટા પઢ પહેલા : ચ્યવન કલ્યાણક – ઉત્તર તરફની દીવાલમાં ચ્યવન-કલ્યાણકના પટ પત્થરમાં ક્રાતરવામાં આવેલ છે. (૧) ચ્યવન-કલ્યાણક ઃ- દેવલાકથી અસાર ૬ ની રાત્રિએ ચ્યવીને શ્રમણ ભગવાન્ મહાવીર બ્રાહ્મણકુંડ ગામમાં ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યાં દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં અવતર્યાં તેથી તીથંકરની માતાને આવતાં ચૌદ સ્વપ્ના દેવાન દા બ્રાહ્મણી જુવે છે. (૨) ગર્ભસંહરણ :- તીય ભેંકરા રાજકુલ વિગેરે ઉત્તમકુલમાં જ અવતરે છે. પણુ ભગવાન મહાવીર મહારાજે મરીચિના ભવમાં કુળમદ કર્યાં તેથી તેઓ બ્રાહ્મનાકુલમાં અવતર્યા. આથી ઇન્દ્રે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી ભગવાનને ગ્રહણ કરીને ક્ષત્રિયકુંડ ગામમાં ઉત્તમ ક્ષત્રિય સિદ્ધાર્થ રાજાની રાણી ત્રિશલાદેવીની કુક્ષિમાં પધરાવવાને માટે હરિોગમેષી દેવને ફરમાન કર્યું તેથી ભાદરવા વદ ૧૩ ને દિવસે એટલે ૮૨ દિવસે પાયદળ લશ્કરના અધિપતિ હરિણૈગમેષી દેવ આવીને ભગવાનને દેવાનંદાની કુક્ષિમાંથી સહરીને (ગ્રહણ કરીને) ત્રિશલાદેવીની કુક્ષિમાં સ્થાપન કરે છે. (૩) ક્ષત્રિયકુંડ :- આથી ગાઁસંહરણ થતાં ઢવાન દા ૧૪ સ્વપ્નાને હરાતાં જુવે છે તે ત્રિશલારાણી શ્રેષ્ઠ ૧૪ સ્વપ્નાને જુવે છે એમ ત્રણ દૃશ્ય જણાવનાર આ પટ છે. ૫૮ બીજો : જન્મ—કલ્યાણક : ગર્ભગૃહના પ્રવેશદ્વારની ઉત્તર તરફની દીવાલ ઉપર જન્મકલ્યાણકના પટ પત્થરમાં કાતરવામાં આવેલા છે. (૧) જન્મકલ્યાણક :- ત્રિશલા માતાની કુક્ષિથી ચૈત્ર સુદ ૧૩ ના દિવસે શ્રમણ ભગવાન મહાવીરને જન્મ થાય છે. ભગવાન માતાની સેડમાં છે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy