________________
૨૧૪
આગમધરસૂરિ
દૃશ્ય જોઈ ભલભલાને રડવું આવ્યુ, ભગવતે ઢીક્ષા લીધી. ભગવતે વિદ્ગાર કર્યાં, જાણે પોતાના પનાતા પુત્ર ન જતા રહ્યો હોય તેવું સૌને લાગ્યું. તેથી નયને ભીના બન્યા હતા.
ભગવત હજાર વરસ છદ્મસ્થપણે વિચરે છે. એમાં જે ઉપસર્ગો થયા તે ફલક ઉપર દર્શાવવામાં આવ્યા હતા.
કેવલજ્ઞાન કલ્યાણક અને દેશના
આજે રાત્રે પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી આનંદસાગરસુરીશ્વરજી મહારાજે પટમ`ડપમાં રહેલી તમામ મૂર્તિઓને અધિવાસનાવિધિદ્વારા અધિવસિત કરી હતી.
આ સમયે પૂજ્યશ્રીના પટ્ટધર આચાર્ય ભગવંત શ્રી માણિકયસાગરસૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય ભગવંત શ્રી વિજયકુમુદસૂરીશ્વરજી હાજર હતા. આ ત્રણ પૂજ્ય સિવાય બીજા કાઈને અંદર જવાનું ન હતુ. આ ગુપ્તમત્રોની ગુપ્તવિધિ હતી
પ્રાતઃકાળે ભગવ'તની કૈવલજ્ઞાનવિધિ કરવામાં આવી. આ મહાપટાંગણમાં એક સુંદર કલામય સમવસરણ બનાવવામાં આવ્યું હતું. એમાં ભગવતની મૂર્તિ પધરાવી, ભગવંતના વતી કલિકાલકલ્પતરૂ અમૃતવર્ષી ગીતા – શેખર આચાય ભગવંત શ્રી આગમાદ્વારકશ્રીએ દેશના આપી.
પર–સ્વભાવમાં રમણતાને છેડીને હે જીવ! તું શુભ એવા આત્માના જ્ઞાનાદિ ગુણુ વિષે રમણુતા કર !