SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પર થઈને પાછળના બીજા નંબરને હાથોહાથ દડ આપવો. બીજાએ ત્રીજાને અને ત્રીજાએ ચોથાને. એ રીતે છેલ્લા નંબર સુધી દડો પસાર કરવો. છેલ્લા નંબરના હાથમાં દડ આવે એટલે તેણે સામે દડાને લઈને હદરેખા તરફ દોડવું ને મૂકેલ નિશાનને ફરીને પાછા પોતાની ટુકડીમાં આવવું ને આગલા નંબર તરફ પીઠ ફેરવી ઊભા રહી પાછળની તરફ દડાને પસાર કરવો. આ રીતે પહેલા નંબરને દોડવાનો વારો આવે ત્યાં સુધી રમત ચાલુ રહે. પ્રકાર: (૧) આ રમતને જ “નીચે પસાર” એટલે કે દરેકે પગ પહોળા રાખવા અને બે પગમાંથી નીચે દડાને પસાર કરવો. પ્રકાર: (૨) ઉપર નીચે પસાર. એક જણે ઉપરથી અને બીજાએ નીચેથી દડો પસાર કરવો. ૨૭: નાળિયેરફાડ સંખ્યા: એકી સાથે એક સાધન: છોડાં કાઢેલ નાળિયેર, એક ધોકો, આંખે બાંધવાનો પાટો. તૈયારી: દસ–વીસ ફટ દૂર નાળિયેર મૂકવું. આંખે પાટા બાંધી હાથમાં ધોકો દે. રમત: સંજ્ઞા મળતાં માટલીડની માફક નાળિયેર ફોડવા જવું. ફોડી નાખે તે સારું કહેવાય. ફટે ત્યારે બીજું નાળિયેર મૂકવું. ના ફટે તો બીજાને વારો આપો. એક જ ઘા કરવાને. ઘા ઉપરથી નીચેની બાજુએ જ માર. નોંધ: માટલીડની રમતને આ એક પ્રકાર છે. હોળીના દિવસોમાં આ રમત રમાડવામાં આવે છે. ૨૮: નારબાકડા સંખ્યા: એકથી વધુ. તૈયારી: એક મજબૂત છોકરો “ભરવાડ” બને. તે આગળ ઊભે રહે. એક છોકરે “નાર’ બને. તે ભરવાડની સામે થોડે આઘો ઊભો રહે. [ ૩૫ ]
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy