SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : આરપાર દાડ સંખ્યા: વીસથી પચીસ. તૈયારી : સાતતાળીની રમતના આ એક પ્રકાર છે. એક જણ દાવ દેનાર બને અને બીજા સૌ દાવ લેવા મેદાનમાં છૂટા છૂટા ઊભા રહે. મેદાનની હદ નક્કી કરી લેવી. રમત: સીટી વાગે અથવા નક્કી કરેલા સ્થળે સાતતાળી મારીને દાવ દેનાર અડવા જાય. દાવ દેનાર કોઈ એકને અડવા જાય તે વખતે કોઈ ત્રીજો બાળક એ બેની વચ્ચેથી પસાર થાય. આ વખતે દાવ દેનારે જે આરપાર પસાર થયો હોય તેને પકડવા જવું. એ રીતે જ્યારે જ્યારે પ્રસંગ આવે ત્યારે વચ્ચેથી પસાર થવું. જે પકડાઈ જાય તેને માથે દાવ આવે. નોંધ: રમતનું મેદાન મોટું પસંદ કરવું. વિશેષ: આરપાર થનારે ચાલાકીથી આરપાર થવું. બનતાં સુધી પકડાવું નહિ. [ ૧૭ ]
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy