SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭: બેઓ સંખ્યા: વીસથી પચીસ. સાધન: એક ફૂટબોલ. તૈયારી: લંગડી જેવું વર્તુળ દોરવું. એક જણ સિવાય સૌએ વર્તુળમાં ઊભા રહેવું. બહાર ઊભનારે હાથમાં દડો રાખો અને તેણે રેખાની બહાર પગ રાખીને ઊભા રહેવું. રમત: સંજ્ઞા થતાં દાવ દેનારે દડાને ફેંકીને કોઈને આંટવાને પ્રયત્ન કરવો. જે કોઈને દડો અંટાઈ જાય તો તેણે વર્તુળમાંથી બહાર નીકળીને પહેલાની સામે દાવ દેવા માટે ઊભા રહેવું. હવે પછી એ બંને જણાએ અંદરનાં બાળકોને દડાથી આંટવાનો પ્રયત્ન કરવો. જેમ જેમ બાળકો અંટાતાં જાય તેમ તેમ દાવ માટે ઊભાં રહેતાં જાય. આ રીતે અંદરનાં તમામ બાળકો બાદ થતાં સુધી રમત ચાલુ રાખવી. ધ: આ રમતના બીજા નિયમો નિશાનદડા(શૂટિંગ ગેઈમ)ના જે નિયમો છે તે જ છે. છેલ્લે જે માર ખાય તેણે ફરી વાર રમત શરૂ થાય ત્યારે દાવ દેવાને. ૩૮: બેઠી લંગડી સંખ્યા: આઠથી દસ. સાધન: કાંઈ નહિ. તૈયારી: લંગડીના વર્તુળમાં એક બાળક સિવાય બધા છૂટા છૂટા પગના પંજા પર ઊભડક બેસે. સૌએ પોતપોતાના હાથ પાછળ કમર પર આંકડા ભીડીને બાંધી રાખવા. દાવ દેનાર વર્તુળ પર ઊભડક બેસે તેણે [ ૧૦૦ ]
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy