SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧ લું અંદર ભટકતી, સિંહ, વાઘ, વરૂ ઈત્યાદિ અનેક હિંસક પ્રાણીઓના ત્રાસદાયક શબ્દોને સાંભળે છે. જેણએ પૃથ્વી ઉપર ચલાવવાની પણ પિતાના ચરણેને કેઈપણ દિવસ તસ્દી આપી નથી તે મહારાણું આજ ખુલ્લા પગે જંગલમાં ઉન્માર્ગે ભટકી રહી છે અને કાંટા કાંકરાથી વિધાઈ ગયેલા ચરણવાળી તે મહા વ્યથાને અનુભવનારી બની. અહાહા! કર્મરાજા! તારી કળા અજબ છે. ભવાંતરમાં ગયેલા આત્માને તું ગાયના વાછરડાની પેઠે શોધી. કાઢે છે. કહ્યું છે કે यथा धेनुसहस्त्रेषु, वत्सो विन्दति मातरम् । तथा पूर्वकृत कम, कर्तारमनुगच्छति ॥ १ ॥ હવે તે મહાસતીના શિયળના પ્રભાવથી, અને પુત્રના પ્રબળ પુણ્ય તેમજ આયુષ્ય બળથી કોઈપણ હિંસક પ્રાણી તેઓને હરક્ત કરી શકતું નથી. એમ અનેક કષ્ટને સહન કરતી, ક્ષણે ક્ષણે રૂદન કરતી, કર્મની વિચિત્રતાને વિચારતી, ધર્મનું જ રક્ષણ. છે જેણીને એવી તે પટરાણી કેઈને પણ દેષ ન દેખતાં, કેવળ. સ્વકૃત કર્મને જ દેષ છે એમ વિચારી પુત્રને કમ્મરમાં લઈ રસ્તામાં ઠેકરે ખાતી રખડતી-આખડતી ઘણે દૂર નીકળી ગઈ. હવે અરૂણોદય સમયે થાકી ગયેલી તે મહારાણી એક વૃક્ષ નીચે વિશ્રાંતિ લેવા બેઠી. તે વખતે વીરસેન કુમાર કહેવા લાગ્યા કે- હે માતા! મને ભૂખ લાગી છે, માટે સાકરવાળું દૂધ તે. આપે” ત્યારે માતાએ કહ્યું- હે પુત્ર અત્યારે દૂધ દૂર રહ્યું, પણ જે ખારૂ પાણું મળે તે પણ અમૃત સરખું માનીએ. આ પ્રમાણે અનેક રીતિએ પુત્રને સમજાવતી હાથ ફેરવતી પિતાના મેળામાં સુવાડ, થોડી વારે વીરસેન કુમારને ઉંઘ આવી.
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy