SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ક્ષાત્યાનંદ ભવ બંધન, પ્રકરણ આઠમું ૧૬૫ પતિ કનકસેન, પુત્ર મેલ અને સાસુ નણંદ પ્રગુણાબહેનને પોતાની તારિકા સમજી તેણીની સલાહ મુજબ વર્તવા લાગ્યા. એક સગુણ સુનારી, કરે સુખમય સંસાર; સ્વર્ગ નીચે ઉતારે, ધન્ય તસ અવતાર. સારાએ દિવસના કામ ધંધાથી પરવારી સાંજે નિરાંતના સમયે આખું કુટુંબ ભેગું થઈ બેસતું. તે વખતે સતી પ્રગુણ– દેવી કુટુંબના કલ્યાણને ઈચ્છતી મિષ્ટ વચન વડે ધાર્મિક ચર્ચા કરતાં. તે કહેતાં, માનવ જન્મ મુક્તિ માટે મળે છે. જે પિતે દિલમાં ઠર્યો છે તે જ બીજાને ઠારે છે. તેનામાં દયા, પ્રેમ, સ્નેહના ઝરણાં વહેતા હોય છે. તેના હૈયામાં નિશ્ચય કરેલ હોય છે, કે સેંકડો વિપત્તિઓ સહી લેવી પણ આ જીવનમાં કંઈને દુઃખ ન દેવું. ગાળ સરખી પણ ન આપવી, નિંદા ન કરવી, કુડા આળ ન ચડાવવા, સર્વ જીવોને મહાન ગણવા, સુરૂપતા-કુરૂપતા, અ૫ બુદ્ધિ કે મહાન બુદ્ધિમતા, શ્રીમંતાઈગરીબાઈ માન કે અપમાન એ બધું સૌ સૌના સજેલા પૂર્વકૃત કર્મ પ્રમાણે જ મળે છે એમ સર્વજ્ઞ ભગવંતનું ફરમાવેલું છે. અને તેના ઉપર જેને શ્રદ્ધા છે તે આત્માઓ કદી પણ બીજાના દોષને જોતા નથી અને તેથી જ એવા જવામાઓ સમભાવમાં રહી શકે છે તે પૂર્વકૃત કર્મનો નાશ કરી અપૂર્વ આત્માનંદને મેળવી શકે છે. આ પ્રમાણે બેલતી પત્નીને અટકાવી કનકસેન મહા પશ્ચાત્તાપ કરતે વચ્ચે જ બોલી ઉઠયો. પ્રિયતમા-મારી દુબં— બળતા માટે મને શરમ આવે છે તારા જેવી સતી સાધવીની હું કિંમત ન કરી શકયો. હું તારા જેવી પવિત્ર પત્નીને પતિ થવાને લાયક જ નથી. હું કે નરાધમ, મારા જીવનની
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy