SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રી શાંત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ બીજું આવે તે જે ગરીબ હોય તે તેના લેટામાં પાંચ-પચીસ સરકાવી દેતા. લેટાની છાશ ખાલી કરતાં લઈ જનારાને સમજાતું. આ રીતે ઘણાં ગુપ્ત દાન આપી તેઓ અનેક ગરીબનાં સાચા બેલી બન્યા હતાં. ખરેખર એ દંપતિ ધન્ય જીવન જીવી રહ્યાં હતાં, કયાં એ જીવન અને ક્યાં આજના શ્રીમંતોનું જીવન! પારકાના ધન ધનવંત બનેલા, (એક પડી તુટે તે હજાર રડતા જાય) અનેક હિંસામય ધંધાથી ધનવંત બનેલા, વૈભવ વિલાસમાં મસ્ત બનેલા, સદાચારને દેશવટે દેનારા, દુઃખીઓના દુઃખ જોઈ હસનારા હોટલ, નાટક, અને સિનેમાના, નખરામાં ફકકડ થઈ ફરનારાઓ શ્રીમંતો! જરા પાછું વળીને જુઓ તે ખરા કે, તમે ખરેખર કયાં જઈ રહ્યાં છે ? તમારા જીવનમાં ક્યાંય માનવતા જણાય છે ? તમારા તનમાં કે, મનમાં ક્યાંય ઉજજવલતા જણાય છે? કરેલા અપ કૃત્યને ઢાંકવા કે કીતિની ભૂખ સંતોષવા પાંચ-પચીસ હજાર આપી ઉદારતાતી ધન્યતા મેળવનારા બંધુઓ ! જરા વિચારો કે ધન તમે કેવી રીતે મેળવ્યું ? શું એ ઉદારતા તમને તારી દેશે ? એ દાન તમને દેવ બનાવી શકશે ? કીર્તિ દાનમાં લાખો કે હજારે ખર્ચ કરનારાઓની પાસે કેઈ જેને લુખા–સુક્કા પટ પૂરતા રોટલાના પણ સાંસા છે. તેવા કે મનુષ્ય કંઈ મળવાની આશાએ માંગણી કરશે તે તેને પાંચ-પચીસ આપતાં કેટલી ટાઢ વાય છે? તેને આ શ્રીમંતેના કેવા કડવા વેણ સાંભળવા પડે છે? જેને અનુભવ થયો હશે તે જ સમજી શકશે. ખરેખર આજની તે આવી જ કફેડી પરિસ્થિતિ છે. દાતા દાતા ચલે ગયે, રહ ગયે મમ્મીચુસ; દાન દયા સમજત નહીં, લડનેમેં મજબુત. ૧
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy