SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] છીએ. પવિત્રતાનુ સ્વરૂપ એટલું તેા નિર્મળ છે કે તેના સ'પમાં સાધકની આસપાસના સ્થિતિ-સ જોગે-વાતાવરણ પવિત્ર રાખવાની જો કાળજી ન હોય તા પવિત્રતાના પ્રભાવ દૃશ્ય થઈ શકે નહિ. કાંટાનું વાવેતર કરતાં રહી કપાસની કલ્પના લાવવી તે ‘ હવાઈ કિલ્લા ’ જેવા શ્રમ છે. આપણે આંગણે કાઈ ગૃહસ્થ કે રાજ-રજવાડાને નેાતરવાના સંકલ્પ થતાં તેને છાજતી કેટલી તૈયારી કરવી પડે છે, તેના સાદે ખ્યાલ જો કરવામાં આવે તે આપણે કથાં ભૂલીએ છીએ તે સમજાઈ જાય છે. જો આપણે માટા પુરુષને નાતરવા પહેલાં ઘર-આંગણું અને શેરી સુદ્ધાં સાફ કરવા-વસ્ત્ર પરિશ્વાનની સુ'દરતા રાખવા અને સ્થાન સ્થાન પર શાલતી સજાવટ કરવાને કાળજી રાખવી પડે છે, તેા પછી મહાત્ પુરુષોને દૃષ્ટિમાં સાધ્ય કરવા હોય તા તેની પવિત્રતાને છાજતી શુદ્ધિ હૃદયની નિર્મળતા-નિખાલસવૃત્તિ અને આસપાસના સ્વચ્છ વાતાવરણની સજાવટ કરવી જ જોઈએ. જ્યાં સુધી તેમાં ખામી હેાય ત્યાં સુધી તેમના પ્રત્યક્ષ પ્રભાવની આશા કેમ રાખી શકાય ? ૩. આવી શક્તિના લાભ ન દેખાવાનું ત્રીજું કારણ સ્વાર્થી ધતા યાને સદ્વિવેક વિચારણાની ખામીનું છે. મદલા સાથેની સેવા કદીપણ ફળદાયી હાઈ શકે જ નહિ. કેમકે સ્વામાં શુદ્ધ સેવાભાવના ટકતી નથી અને શુદ્ધ સેવાભાવના વિના હૃદયના રંગ પુરાતા નથી. સ્વાથ કે બદલા મેળવવાની વૃત્તિ એ તા ક્રય-વિક્રયના સાદા થયા.
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy