SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩૧]. એવા નથી, અર્થાત્ સૂર્યની ઉપમા પણ આપને ઘટતી નથી કેમકે તેના કરતાં પણ અધિક મહિમાવાળા આપ છે. ૧૭ નિરંતર ઉદય પામેલું, દલન કર્યો છે અજ્ઞાનરૂપ (મેહનીય કમરૂપ) મોટો અંધકાર જેણે એવું, રાહુ (કુતર્ક વાદીરૂપ) ના મુખને નહિ સવા , આઠ કર્મરૂપ વાદળાઓને નહિ આચ્છાદન કરવા ગ્ય, અત્યંત કાન્તિવાળું અને ત્રણ જગતને પ્રકાશ કરતું એવું તમારું મુખરૂપ કમળ, અપૂર્વ ચંદ્રમાના બિસ્મરૂપ શોભે છે. અર્થાત ચંદ્રની ઉપમા પણ આપને ઘટતી નથી કેમકે તેના કરતાં પણ આપ અધિક મહિમાવાળા છો. ૧૮ | હે નાથ ! તમારા મુખરૂપ ચંદ્રમા વડે અંધકાર દલન કરાયે છતે, રાત્રીઓને વિષે ચંદ્ર વડે અથવા દિવસે સૂર્યવડે શું પ્રયોજન છે? અર્થાત્ તે કંઈ કામના નથી. કેમકે પાકેલા શાલી (ડાંગર) ના વનવડે શોભાયમાન થયેલ છવલોક છતે, પાણીના ભાર વડે નમ્ર થયેલા મેઘવડે શું પ્રયોજન છે? અર્થાત્ તમારા મુખરૂપ ચંદ્ર-સૂર્યનું કાંઈપણ પ્રયોજન નથી. ૧૯ હે નાથ ! અનંત ધર્માત્મક પદાર્થોને વિષે કર્યો છે પ્રકાશ જેણે એવું જ્ઞાન (કેવળજ્ઞાન) જેવી રીતે તમારે વિષે શોભે છે, તેવી રીતે પોતપોતાના શાસન નાયક એવા હરિહરાદિ દેવોને વિષે એવા પ્રકારનું ( જ્ઞાન ) નથી શોભતું, કેમકે દેદીપ્યમાન ( જાતિવંત) મણિઓને વિષે જેવી રીતે પ્રકાશ મેટાઈને પામે છે તેવી રીતે કાન્તિ વડે
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy