________________
ભક્તામર ૭ ભાવાનુવાદ
ભક્તિવંત દેવતાઓના નમેલા મુકુટમાં રહેલા મણિઓની કાતિઓને પ્રકાશ કરનાર, દલન કર્યો છે પાપરૂપ અંધકારનો - સમૂહ જેણે એવા અને યુગની આદિમાં ભવસમુદ્રમાં પડતા - ભવ્યજનોને આધારભૂત એવા (પ્રથમ) તીર્થકરના ચરણ યુગલને રૂડે પ્રકારે નમસ્કાર કરીને–
જે ભગવંત સમસ્ત શાસ્ત્રના રહસ્યના જ્ઞાનથી ઉત્પન્ન - થયેલ બુદ્ધિવડે કુશળ એવા ઈન્દ્રવિડે, ત્રણ જગતના ચિત્તને ' હરણ કરનારાં અને ઉદાર સ્તોત્રોવડે રૂડે પ્રકારે સ્તુતિ કરાચેલા છે, તેવા પ્રથમ જિનેન્દ્રને હું પણ નિર્ચ સ્તવીશ. ૧-૨
દેવતાઓએ અથવા પંડિતાએ અર્ચન કર્યું છે પાદાસન જેનું એવા, બુદ્ધિ વિના પણ સ્તુતિ કરવાને રૂડે પ્રકારે - ઉદ્યમવાળી મતિ છે જેની એવે, અને વિશેષે ગઈ છે લજજા
જેની એ હું છું. પાણીને વિષે રૂડે પ્રકારે રહેલા (પ્રતિબિંબિત થયેલા) ચંદ્રમાના બિંબને બાળક સિવાય બીજો
ક્ય મનુષ્ય તત્કાળ ગ્રહણ કરવાને ઈચ્છે ? અર્થાત્ બાળક વિના બીજો કોઈ બુદ્ધિમાન જળ પ્રતિબિંબિત ચંદ્રને ગ્રહણ કરવા ઈચ્છતા નથી, તેમ હું પણ બાળકની પેઠે અશકત સ્તુતિ કરવાને ઈચ્છું છું. ૩
હે ગુણ સમુદ્ર ચંદ્રમાં સરખા મનેહર–ઉજજવળ એવા તમારા ગુણને બુદ્ધિથી બૃહસ્પતિ સમાન એ પણ કયો પુરુષ કહેવાને સમર્થ થાય? અર્થાત્ કોઈ સમર્થ થત નથી. અથવા તો પ્રલય કાળના પવન વડે ઉદ્ધત થયેલ