SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ [૮૪] મંડળ કળા પરિપૂર્ણ ઉજજવળ, ચંદ્રમા સમ શોભતા, રૂડા ગુણે એ જિન તમારા, ત્રિજગ હદ ઉલ્લંઘતા; એ ગુણ રહ્યાં ત્રિભુવનપતિ, એક જ તમારે આશરે, વેચ્છા પ્રમાણે વિચરતા, તસ કૂણ અટકાયત કરે. ૧૪ આશ્ચર્ય શું ? દેવાંગનાઓના વડે પ્રભુ ચિત્તથી, કિંચિત્ માત્ર વિકાર ચેષ્ટાઓ, પ્રતે પામ્યા નથી; સહુ પર્વતે કંપાયમાન થતા, પ્રલયના વાયુથી, પણ શિખર મેરુ ગિરિતણું, એથી ચલિત થાતું નથી. ૧૫ ઘૂમે રહિત વળી તૈલપુર વરજિત વાટ નહિ મળે, જેને પ્રકાશ ત્રણે જગતના, સવ સ્થળમાં ઝળહળે; રહે ગિરિવર ધ્રુજાવનારા, વાયરે પણ અચળતા, એ અપર દીપ સમાન દીસે, નાથ જગત પ્રકાશતા. ૧૬ ઘેરાય નહિ રાહુ વડે, કદિ અસ્તને નથી પામતા, સમકાળ ત્રણે જગતને, તત્કાળ જે પ્રકાશતા; કેલ મેઘે મધ્યભાગ, પ્રભાવ જસ એવા નથી, જિનેન્દ્ર ! મહિમા એ અધિક છે, જગત માંહે સૂર્યથી. ૧૭ મહા માહ તિમિર પ્રતિ દળે રહે, નિત્ય જેહ પ્રકાશ, ગળી નવ શકે રાહુ મુખે, નહિ મેઘ આચ્છાદિત થતું; હે નાથ ! અદ્ભુત કાતિએ, મુખરૂપ કમળ તવ શુભતું, એ ચંદ્રબિંબ અપૂર્વરૂપે, ત્રણ જગત અજવાળતું. ૧૮
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy