SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૫] એવા સમુદ્ર જઈ ચઢેલા, માનવી સંકટ સામે, શ્રી પાર્શ્વ જિનવર સમરતા, શિર ચરણમાં જેનું નામે; ભાંગ્યું નથી તસ જહાજ, એવી સરલતા સંગી થતાં, ઈચ્છિત કાંઠાને વિષે, ક્ષણવારમાં પહોંચી જતા પ વન અગ્નિ વાળા શ્રેણિઓ, વાધેલ પવન પ્રચંડથી, જ્યાં વૃક્ષના ગહને જણાએ, એ વડે એકત્રથી; જવાળાવડે દાઝેલ એવા, મુગ્ધ મૃગલાઓ દિસે, - આજંદ અતિ તેને થતો, એવા ભયંકર વન વિષે. ૬ ઉપશાંતિ કરી જેણે બચાવ્યા, આપત્તિના તાપથી, ત્રણે ભુવન પરિતાપ ટળતા, મહદ નરના જાપથી; એવા જગદગુરુ ચરણ સેવા, સમરતા સમભાવથી, કરતા મનુષ્યો જેહ તસ, ભય અગ્નિ કંઈ કરતો નથી. ૭ દિસે સુશોભિત શરીર સુંદર, ફણ પ્રદેશ વિકાળ છે, જિહુવા ચપળ લપલપ થતી ને નેત્ર ચંચળ લાલ છે; જે નવીન મેઘ સમાન વાને શ્યામ ધરતો રંગ છે; એવી ભયંકર આકૃતિમાં, હાય ઉગ્ર ભુજંગ છે. ૮ હે જિન! તમારા નામ અક્ષર, રૂપ પ્રકટ પ્રભાવથી, થયો સિદ્ધ જેને મંત્ર એહ, ગરિષ્ટ જગ સદભાવથી; ટાળે સમસ્ત પ્રકાર અતિશય, તીવ્ર વિષના વેગને, કડા સમાન જણાય વિષધર, સાધતા નર જે તને. ૯
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy