SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકરસૃપ ચરિત્ર પડવાને વખત આવતું નથી.” પછી મંત્રીઓની સંમતિથી રાજાએ સમસ્ત નગરમાં આ પ્રમાણે ૫ટહઘોષણા કરાવીઃ देववल्लभहारस्य, शुद्धिं यः कथयिष्यति । संतुष्टो नृपतिस्तस्मै, दास्यति ग्रामपंचकम् ॥१॥ દેવવલ્લભ હારની જે શેધ કરી આપશે તેને રાજા સંતુષ્ટ થઈને પાંચ ગામ ઈનામમાં આપશે. ” આ પ્રમાણે મેટે સાદે સાત દિવસ સુધી રાજપુરૂષોએ સમસ્ત નગરમાં પહશેષણ કરી, પરંતુ તે વાગતા પહને કેઈએ પણ સ્પર્શ ન કર્યો, એટલે રાજાએ તિકશાસ્ત્રમાં નિપુણ એવા ભૂમિદેવ નામના એક ઉપાધ્યાયને બેલાવીને હારની શુદ્ધિ પૂછી. તેણે કહ્યું કે હું તપાસ કરીને આવતી કાલે કહીશ.” પછી બીજે દિવસે તે ગણકને બોલાવીને રાજાએ પૂછ્યું, એટલે તે કહેવા લાગ્યું કે હે રાજેદ્ર! આ હારને માટે તમારે મને ન પૂછવું. કારણ કે તેના ખબર ન કહેવાથી તમને અલ્પ દુઃખ છે, પરંતુ કહેવા જતાં તમને મહા દુખ થશે.” આ પ્રમાણે કહેવાથી તે ઉલટા વિશેષ ઉત્સુક થઈને રાજાએ તેને વધારે આગ્રહ કરીને પૂછ્યું, એટલે તે ગણુક બોલ્યા કે-“હે રાજન ! લક્ષ મૂલ્યવાળે એ દેવવલ્લભ હાર જેની પાસેથી મળશે તે તમારા પટ્ટપર રાજા થશે. આ બાબતમાં કંઈ પણ સંશય કરે નહિ, પરંતુ ઘણાં વર્ષે એ હારની તમને શુદ્ધિ મળશે. આ સંબંધમાં આજથી ત્રીજે દિવસે તમારે હાથી મરી જશે, એ નિશાની સમજવી.” આ પ્રમાણે તે ગણકનું કથન સાંભળીને રાજા બહુજ ખેદ કરવા લાગ્યા. તેથી મંત્રીએ કહ્યું કે-“હે સ્વામિન ! આ સંબંધમાં તમારે નિરર્થક ચિંતા કરવી
SR No.032369
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy