SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સમાન એવા તેં ભીમે દુષ્ટ મિત્રોની સાથે મળીને પિતા માતપિતાને મારી નાખ્યા પછી પોતે રાજ્યને: ગ્રહણ કરી, કુમિત્રોથી પરવરી, મદ્યાદિક વ્યસનોમાં આસક્ત થઈ પ્રજાજનોને અત્યંત પડવા લાગ્યા. આ પ્રકારે વ્યસનોમાં આસક્ત થયેલા તે દુષ્ટ રાજાને જાણે સર્વે પરજનો અને પ્રધાન અત્યંત દુ:ખી થયા, તેથી “માતપિતાનો ઘાત કરનાર આ દુષ્ટ રાજાવડે. સર્યું. આ દુષ્ટ રાજાને આશ્રય કરવા કરતાં તો રાજ્ય શૂન્ય રહે તે જ સારું છે.” એમ વિચાર કરી પ્રધાન વિગેરે સર્વેએ તે અન્યાયી દુષ્ટ રાજાને તરતજ દેશમાંથી કાઢી મૂક્યું. ત્યારપછી તે પ્રધાનાદિકે શાસ્ત્રરૂપી એક નેત્રવાળા, નીતિશાસ્ત્રમાં કુશળ અને વિનયવાળા જિનવલલભને રાજ્યસન ઉપર અભિષેક કર્યો. નવા ઉદય પામેલા તે નરેંદ્રને જાણીને સર્વ ઉપદ્રવોનો નાશ થવાથી સમગ્ર રાજમંડળનું મન પ્રસન્ન થયું. - હવે ભીમકુમાર દેશાંતરમાં ગયા છતાં પણ ચેરી વિગેરે કરવાવડે વારંવાર લેકેને ત્રાસ પમાડવા લાગ્યું. અસત્ય વચનને બોલનાર તે ભીમ અધર્મનાં કાર્યો કરવાથી લેકમાં તિરસ્કાર પામ્યો, કેમકે દુવ્ય સન સુખ આપનાર કેમ થાય? ભાતાના લોભથી તે મુસાફરોને માર મારતો હતો અને વેશ્યાઓને અતિ પ્રસંગ કરવાથી દેહે તે દુઃખી થયો હતો. આ પ્રમાણે ભયંકર કાર્ય કરનાર તે અન્યાયી ભીમને પકડીને લેકે મુષ્ટિ વિગેરેવડે અત્યંત મારતા હતા, તેથી દુઃખી થયેલ તે દુર્મતિ ત્યાંથી નીકળી એક ગામથી બીજે ગામ ભમતો ભમતો મગધ દેશમાં પૃથ્વીપુર નામના નગરમાં ગયો. ત્યાં એક માળીને ઘેર ચાકરપણે રહ્યો. ત્યાં પણ ફળ, પુષ્પ વિગેરે વિવિધ વસ્તુઓને ચેરવા લાગે, તેથી આ ચાર છે એમ જાણીને તે માળીએ અનર્થ આપનારા તે ભીમસેનને પિતાના ઘરમાંથી તત્કાળ કાઢી મૂક્યું. ત્યારપછી તે કઈક
SR No.032368
Book TitleBhimsen Nrup Tatha Kandu Rajani Katha
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1933
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy