SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિના સદુપદેશથી તેણે તેમની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ચાગ્નિ અંગીકાર કરી અનુક્રમે શ્રી તીર્થરાજને શુદ્ધ ભાવથી સેટી, તથાધિપતિ શ્રી આદિનાથનાં વારંવાર અનિમેષ નેત્રે દર્શન કરી, તે મહા દુષ્કર તપ કરવા લાગ્યો; તેથી તેનાં સકલ કર્મ ક્ષીણ થઈ ગયાં અને શુદ્ધ ધ્યાન યોગે તે શિવરમાનો કતા થયો. એવી રીતે એકનિષ્ઠાથી જે ભવ્યજનો શ્રીગુંજય તીર્થનું તેમજ શ્રી આદીશ્વર પ્રભુનું સેવન કરશે તે પણ કંડૂ નરપતિની પેરે સર્વ દુ:ખનો અંત કરી અનુક્રમે પરમપદ પામશે. જિતારીરાજ પણ એ તીથાધિરાજના સેવનથી સર્વ રીતે સુખી થયો. શાંતનુ રાજ પણ પિતાના પુત્રો સહિત શત્રુંજય તીર્થ તથા શ્રી શત્રુંજયી નદીનું સેવન કરી પોતાના દુઃખને અંત કરી સુખ સમૃદ્ધિ પામ્યો. પૂર્વ કર્મના યોગથી કોઢ ગાવિષ્ટ થયેલે મહીપાલ કુમાર ફક્ત સૂર્યકુંડના જળના સ્પર્શમાત્રથી રોગમુક્ત થઈ કંચન જેવી કાયાવાળો. થયો. એવી રીતે આ તીર્થપતિનાં સેવનથી કઈક જીનાં કલ્યાણ થયાં છે, થાય છે અને ભાવી કાળે પણ થશે. જે કે એ ગિરિરાજ ઉપર કાળની અનંતતાથી અનંત કેટિ જી સિદ્ધિપદ પામ્યા છે, તો પણ વર્તમાન ચોવીશી વિગેરેમાં સિદ્ધિપદ વરેલા જીની અત્રે ટુંક નેંધ પ્રસંગેપાત આપવામાં આવે છે. અત્રે સિદ્ધ થયેલા મહાત્માઓની ટૂંકી નોંધ. કેટલી સંખ્યા સાથે. શ્રી ઋષભદેવ પ્રભુના વંશજો - અસંખ્યાતા. શ્રી પુંડરીક ગણધર પાંચ કોડ દ્રાવિઠ વારિખિલ્લ દશ કોડ આદિત્યયશા (ભરત મહારાજાના પુત્ર) એક લાખ
SR No.032368
Book TitleBhimsen Nrup Tatha Kandu Rajani Katha
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1933
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy