________________
> jદ નિવેદન. :: આ બુકમાં એ કથા ઉપરાંત શત્રુંજય મહાતીર્થને લગતી કેટલીક જરૂરની બાબત પાછળના
ભાગમાં આપેલી છેઃ આવી નાની બુકમાં નિવેદનની ખાસ આવશ્યકતા હોય નહીં પરંતુ આ બુક પ્રગટ કરવાના સ યોગને અંગે લખવાની જરૂર જાણી છે. શાંતમૂર્તિ પરમપૂજ્ય શ્રીમાન વૃદ્ધિચંદ્રજી મહારાજના પરિવારના ગુરૂણીજી લાભશ્રીજી જેઓ સ્થવિરાવસ્થામાં વતે છે તેમની શિષ્યા તરીકે સાધ્વીજી કંચન થી ૩૧ વર્ષ સુધી શુદ્ધ ચારિત્રને ખપ કરી ગતવર્ષના વૈશાખવદ ૬ ઠે-શ્રી શત્રુ જય મહાતીર્થની વર્ષગાંઠને દિવસે તે તીર્થની યાત્રા કરીને ઉતરતાં છેલા વિસામા પાસે જ બેસી ગયા ને લગભગ પ્રાણુવિયુક્ત થયા. તેમના સંસારી મોટી બહેન રામબા પણ તેમના વિયોગના આધાતાદિ કારણથી એ વર્ષના પર્યુષણ પર્વનું સારી રીત આરાધન કરી ભાદ્રપદ શુદિ નવમીએ માત્ર ત્રણ દિવસના વ્યાધિમાં દેહમુક્ત થયા. એ બંને બહેનોના
સ્મરણાર્થે શત્રુંજયમહિમા ગભિ ત કાઈ બુક બહાર પાડવાની ગુરૂ ણીજી લાભશ્રીજીની પ્રેરણાથી સજ્ઞતા બહેન રામબાના દ્રવ્યથી આ બુક તૈયાર કરાવી છપાવીને બહાર પાડી છે. આ બુક શ્રી જૈન ધર્મ પ્રકાશના તમામ ગ્રાહકોને ભેટ આપવા ઉપરાંત બીજી નકલો પણ ભેટ આપવાનેજ નિરધાર કર્યો છે. પોતાના સંબંધીઓના સ્મરણાર્થે આવા પ્રકાર અનુકરણીય છે. એટલું જણાવી આ નિવેદન સમાપ્ત કરવામાં આવે છે. ફાલ્ગન શુદિ ૫ | શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. સં. ૧૯૮૯ ઈ.
ભાવનગર.