SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સંભારણાં ૮૧ બડે સનેહ લધુહ પર કરહી, ગિરિ નિજ સિરનિ સદા તૂન ધરહીં; જલધિ અગાધ મૌલિ બહ ફેનૂ , સંતત ધરનિ ધરત સિર રેનૂ . -એમને ઉતારે તો તેઓ રોકાય એટલા દિવસ મારે અચૂક જવાનું. મારે ત્યાંના સામાજિક પ્રસંગોએ બાપુ પધારતા રહ્યા. મુંબઈ સુધીની સફર સાથે કરી, ડાયરાઓ માણ્યા. આકાશવાણીના રેકોડીંગ પ્રસંગે પણ ક્યારેક ક્યારેક સાથે રહેવાનું બન્યું. એમનો નિર્ભુજ પ્રેમ વધતે જ ગયો અને એમના ગ્રંથ કાગવાણી ભાગ-૪ અને ૭ની પ્રસ્તાવના લખવાનું સદ્ભાગ્ય પણ એમણે મને પ્રાપ્ત કરાવ્યું. તબિયત લથડી ત્યારે અમરગઢ ટી. બી. હોસ્પીટલમાં રૂમ વગેરેની વ્યવસ્થા કરવા અને પસંદગી કરવા પણ હું ગયેલ. બાપુને પ્રથમવાર ત્યાં દાખલ કરવા પણ હું જ ગયેલ. અમારો સંબંધ સમયના વહેવા સાથે ઘરોબા જેવો બની રહેલ. તબિયત લથડ્યા પછી પણ બાપુ કથારેક કક્યારેક ભાવનગર પધારતા. એ વખતે પણ એકાદ વખત મોટરમાં બેસીને ઘેર આવે. મોટરમાંથી ઊતરે નહિ, પણ ઘરનાં સૌને મોટર પાસે બોલાવીને મળે, વાતે કરે, ખબર અંતર પૂછે. હું કહું : “બાપુ, મનુબહેન અને હું અવારનવાર આપને મળી જઈએ છીએ, પછી આવી તકલીફ શા માટે ઉઠાવો છો ?” ત્યારે કંઈક રૂઆબથી કહે: “કેમ તમારી જ આવવાની ફરજ, ને મારી નહિ ?” આ સમયગાળામાં અનેક સ્મરણો થોડાં અહીં ટાંકું છું. અંધશ્રદ્ધા નહિ “જન્મભૂમિ ” પત્રોની રજતજયંતી ઉજવવાની હતી. મારો અને બાપુને સંબંધ લક્ષમાં લઈ ઉપરના પ્રસંગે બાપુ મુંબઈ પધારે તેવું ગોઠવી આપવાનું મને સૂચવાયું. બાપાલાલભાઈએ બાપુને પત્ર તે લખેલ. પંડિત જવાહરલાલજીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ હતો, આથી બાપુ આવે તે સારું એવો આગ્રહ હતો. આ એ દિવસો હતા જ્યારે ઝિંઝાવાળી માતાજીની બોલબાલા હતી. ટ્રેઈનના ફર્સ્ટ કલાસના ડબ્બામાં પણ ઊભા રહેવાની જગ્યા ન મળે એવી ગીરદી ! આસપાસના થકેથેક લે કે એ નાનકડા ગામે ઠલવાતા હતા. એ હાલાકી વચ્ચે હું મજાદર પહોંચ્યો. બાપુ , સાંજ ઢળે ખેતરેથી આવ્યા. મને જોઈ રાજી થયા. ઓચિંતા આગમને નવાઈ પણ પામ્યા. પૂછી નાખ્યું : “ઝિંઝકા આવ્યા'તા ?” મેં ના કહી. “આપની પાસે જ ખાસ આવ્યો છું.” મારા આગમનનું પ્રયોજન મેં જણાવ્યું. થોડી જાણકારી પૂછીને એમણે હા કહી. રાતે વાળુપાણી કર્યા પછી ડાયરો એકઠો થયે. બાપુએ પૂછયું : “અલ્યા આજે ઝિંઝકા કણ કણ જઈ આવ્યું ?” એ વખતે મને ખબર પડી કે ઝિંઝકા મજાદરથી સાવ નજીક બે-ત્રણ ગાઉને પલ્લે જ હતું. બે ચાર જણાએ કહ્યું, “બાપુ અમે ગયા હતા.” “શું જોયું ?” બાપુએ પૂછ્યું. તે એક મોટી ઉમ્મરના આપાએ કહ્યું, “મેડી ઉપર બારીમાં આવીને ઊભાં રહેલાં. હલકું વરણ થોડું છે કે હાકલા પડકારા કરે ને ધૂણે ? ગરાસિયાનું ખોળિયું છે. આમ (એમ કહીને એ ઊભા થયા ) થોડો ડે હાથ અને પંડ ધરજે ને સૌને આશીર્વાદ આપે.” “માણસ કેટલું હતું ?” બાપુએ પ્રશ્ન કર્યો. “લાખ માણસ તો! હાલવાની કપાણ પડે એટલું.” જે જે લેકે એ ત્યાં ગયાનું કહેલ તે સૌને બાપુએ ઝિંઝા અંગે વાત કરાવી. w ! HિUL GIRL મા In દુલા કાગ-૧૧
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy