SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ અધિકારીને કાગળ લખ્યો : “એક નાનકડું કામ પણ આપણાથી ન બન્યું. જરૂર તેમાં મુશ્કેલી હશે. આપને આપવી પડેલી તકલીફ માટે માફ કરશે.” અને એક બીજો કાગળ લખ્યો એક પ્રધાનને કે, “આ ગરીબ પટાવાળાને કંઈક દાદ મળે તે સારૂં.” અને થોડા જ દિવસમાં સ્ટે–ઍર્ડર આવી ગયો. નાના માણસનું કામ પણ બાપુને નજીવું નહોતું લાગતું. લેકેનાં સુખદુઃખ સાથેની આવી સમરસતાએ જ તેમને સાચા લેકકવિ બનાવેલા. - ભક્તો અને કવિઓ વિષે એવું કહેવાય છે, કે તેઓ હંમેશાં તેમની મનની દુનિયામાં જ મસ્ત હોય છે. સંસાર વહેવારમાં ભાગ્યે જ તેઓ સફળ હોય છે. બાપુ આમાં અપવાદ ગણાય. હીરા-માણેક, ઝવેરાત હય, ભરત, ગૂંથણ કે સીવણ-ઘડામણ હોય, ખેતી, પશુપાલન કે દરિયાઈ સફર હોય. રઈ-રાંધણ કે યજ્ઞયાગ હોય, લગ્ન-મરણ કે કથા-પારાયણ હોય, આ બધી બાબતો અને વસ્તુઓની ગુણવત્તા અને વિધિ-નિષેધાની બાપુને ઊંડી પરખઅને સૂઝ-સમજ. આવી વ્યવહાર કુશળતાના જોરે જ બાપુ પિતાનું વારસામાં મળેલ દેવું ફેડી, પુત્રને બે પાંદડે કરતા ગયા. અને સરસ્વતીને શ્રીની સાથે હંમેશાં રૂસણાં જ હતાં નથી, તેવું સાબિત કરતા ગયા. ૧૯૬૨માં રાજ્ય સરકારે મને ઍનરરી મેજીસ્ટ્રેટ નીમી મારી યોગ્યતા કરતાં વધુ માન આપ્યું. મિત્રોએ પણ આ પ્રસંગે મારો સન્માન સમારંભ યે . આવા પ્રસંગોથી દૂર ભાગું. પણ બાપુની આજ્ઞાને તાબે થયા વગર છૂટકે ન હતો. તે વખતે ભારતચીન વિગ્રહ ચાલતું હતું. એટલે આ પ્રસંગે ડુંગર વિસ્તારમાંથી ફંડ એકઠું કરી, રાષ્ટ્રીય સંરક્ષણ નિધિમાં આપવાનું વિચારાયું. બાપુએ સગા દીકરાને પરણાવવાનો હોય તેટલી ઉલટ અને ઉમંગથી પંદર-વીશ દિવસ સુધી ગામડે ગામડે રખડી સન્માન -થેલી ભેગી કરી. બાપુની વિનંતીથી પૂ. રવિશંકર મહારાજ જેવી પવિત્ર વિભૂતિએ પ્રમુખસ્થાને બિરાજી મને આશીર્વાદ આપ્યા. તે વખતના પ્રધાન સમારંભમાં હાજર રહ્યા. ઉપરાંત અનેક કાર્યકરો, આગેવાનો અને અમલદારોએ આવી, મને ઓશિંગણ કર્યો. મારા જેવા સામાન્ય માણસને પાત્રતા કરતાં પણ અધિક માન બાપુની મારા પર કૃપા અને શ્રી કનુભાઈ લહેરી જેવાં મિત્રોની મહેનતને લીધે સાંપડયું, જે મારા જીવનનું ધન્ય સંભારણું છે. ૧૯૬૭ની ચૂંટણીમાં શ્રી જસવંત મહેતા ધારાસભા અને લેકસભા બંનેમાં ચૂંટાયા. અમારી ઈચ્છા શ્રી જસુભાઈ રાજ્ય સરકારમાં જોડાઈ રાજુલા વિભાગમાં સેવા આપે તેવી હતી. બાપુ ત્યારે સાલેલી ખાતે બિમાર હતા. હું બાપુ પાસે ગ. બાપુ ગરમ પાણીની કથળીથી છાતી શેકતા હતા. મેં વાત કરી કે, “બાપુ! તમે દરમિયાનગીરી કરી, મોરારજીભાઈને કહો તે જ આ બને.” મુસાફરીને હડદે ન ખમે તેવી નરમ તબિયત છતાં પાંચ-દસ મિનિટમાં જ બાપુ સાબદા થઈ. મારી જોડે નીકળી ગયા. અમદાવાદ પહોંચ્યા. શ્રી હિતેન્દ્રભાઈના બંગલે શ્રી મોરારજીભાઈ ઉતરેલા. મંત્રીમંડળ રચાવાનું હતું. વિજેતા અને પરાજિત ધારાસભ્ય, આગેવાને, મિલમાલિકો વગેયેની કતાર શ્રી મોરારજીભાઈને મળવા માટે લાગી હતી. સંદેશે એક, “કવિ કાગ મળવા માગે છે.” થેડી જ મિનિટમાં અંદરથી તેડું આવ્યું. બાપુ ગયા. શ્રી જસુભાઈને ધારાસભામાં રાખી, મંત્રીમંડળમાં લેવા રજૂઆત કરી. મને પણ અંદર બોલાવ્યા. બહાર મુલાકાતીઓની લાંબી લાઈન વાટ જોતી હતી. છતાં અમે અર્થે કલાક અંદર બેઠા અને શ્રી જસુભાઈ નાણાંમંત્રી તરીકે લેવાયા પણ ખરા. આવો હતો બાપુને પ્રભાવ. દરેક મુમુક્ષને સંભળાય છે, તે અંતરનાદ છે !!" > જ કવિબ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ .
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy