SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સંભારણા ૭૫ . શ્રી જોબનપુત્રા સાહેબ, આપ કુશળ હશે. જીથરીથી હું ગુરુવાર તા. ૧૬-૧૨-'૭૬ના રોજ મજાદર આવી ગયો છું. તબીયત સાધારણ છે. આપના પત્રો જ્યારે જ્યારે મળે છે ત્યારે નવું નવું મળે છે. કુશળ કૃપા પત્ર હરવખત સંભારીને લખતા રહેશે! હવે તો સાંજ પડવા આવી છે, પંખી માળા ઉપર ઉડવા તૈયાર છે, કુશળતા ઈચ્છું છું. –શુ, કવિ કાગના વંદન આ રીતે અમારા ચાલીશેક વર્ષના સંબંધની સાંકળ નિઃસ્વાર્થ પ્રેમ-જાણે પૂર્વજન્મનાં સંબંધ હોય તેમ સાચવ્યા. માંદગી ઘણી ભેગવી અને શરીરનું પ્રારબ્ધ પૂરું થતાં રામ નામ રટણના સહારાથી પ્રસન્નતાપૂર્વક શરીર છોડયું. કાગવાણી નામના પાંચ પુસ્તકો તેમનો અક્ષરદેહ છે. જાણે વિયોગ સહન ન થઈ શક્યો તેમ કવિ શ્રી મેરૂભાભાઈ પણ થોડા દિવસોમાં જ પ્રભુધામમાં સાથે નિજાનંદ માણવા વિદાય થયા. તેઓનું જીવન ધન્ય બન્યું. જન્મ નહિ પણ કર્મ (નંદરાણી ! તારાં આંગણાં-એ રાગ ) સાચા કરમકે દાવો રે, કુળને નાતે કયાં રહ્યો રે છે? જનમે શૂદ્ર હત...ભીલ ઘેર જો રે... રામાયણ લખી ઋષિ વાલમકે રે. કુળનો-૧ જેનાં માતા ખારવણ...વ્યાસ મુનિ મોટા... અઢાર પુરાણે એણે આળેખ્યાં રે. કુળન-૨ એક જ માતા જાયાદેવ અને દાનવો... કાયમ જુદા છે બેઉના કેડા રે. કુળનો-૩ કાગ' કુંભકરણ ને રાવણ, વિભીષણ રે.. એક રે જનેતાના ત્રણ જાયા રે, કુળને-૪ (કુંડલાથી ડુંગર આવતા ટ્રેનમાં તા. ૧૭-૧૨-૫૪) –દુલા કાગ શ - વિદ્યા દુલા કાગ સ્મૃતિ-કચ્છ
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy