SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ-બ્રહ્મના ઉપાસક મેં ભૂલાય? • શ્રી અરવિંદ મ. જોળકિયા અમારે ઘેર ઓસરીમાં હિંડોળા પર મારા પિતાશ્રી–સ્વ. રાજવૈદ્ય મલભાઈ બેઠા છે ને તેમની બાજુમાં કાળી લાંબી દાઢી...માથે સફેદ પાઘડી.. વિશાળ આંખ, એજસ્વી ચહેરો અને મુખમાંથી શબ્દ વહે...જાણે જળને પ્રવાહ..સ્વ. પ્રભાશંકર પટ્ટણીજી મારા પિતાશ્રીના મિત્ર...પેલા પ્રભાવશાળી વ્યક્તિના મુખેથી હસતાં હસતાં શબ્દો વહ્યાઃ “છવડલા નિજ દેશ ચલ...થલ થલ નહિ પટણી...”પટ્ટણીજનાં ઔદાર્યને બિરદાવતા શબ્દો. પછી તો કવિત-છંદ -દુહાની રમઝટ બેલી...એ વિદ્વાન કવિ તે કવિશ્રી દુલા કાગ..મેં તેમનાં પ્રથમવાર દર્શન...ત્યારે કર્યા...પછી તે અવારનવાર સદ્ભાગ્ય મળ્યું... ભાવનગર રાજ્ય સાહિત્ય સંગીત અને કળાનું ત્રિવેણી સંગમ બની રહ્યું હતું...કવિઓના કાવ્યની સરિતા બેય કાંઠે વહેતી હોય તે રહીમખાં કે દલસુખરામ ઠાકોર જેવા સંગીત કલાકારની સ્વરપાસના અવિરત ચાલ્યા જ કરતી...સ્વ. શ્રી પટ્ટણી સાહેબ પણ સ્વયં સાહિત્યપ્રેમી એટલે મુરબ્બીશ્રી દુલાભાઈ જેવા વિદ્વાનને તે ભાવનગરને અવારનવાર લાભ મળે. બનાવે...વડજના સ્વરની જાણે સાધના કરી હોય તેમ ઘેરા-ગંભીર કઈ ઊંડી ગુફામાંથી વહેતા હોય એવા પણ સુસ્પષ્ટ શબ્દો અને સચોટ વર્ણન. ભાવનાત્મક ચિત્રણ...અને તળપદી સોરઠી શૈલી.. હજારો શ્રેતાઓ હોય તો પણ તદ્દન પ્રશાંત વાતાવરણ. “બહુ ઓછાં માણસે લાગે છે ! અવાજ આવતે નથી..” આટલું બોલી જ્યાં અંદર જઈને જોવે છે ત્યાં ડાયરો અકડે ઠટ...બિલકુલ તલ્લીનતાથી સૌ-“પગ મને ધોવા દ્યો રઘુરાય”—એ ગુહરાજાને પ્રસંગ સાંભળી રહ્યા છે. શબ્દ-બ્રહ્મની ઉપાસનાને એ પ્રભાવ !!! પિતાનું સર્જન તે કૌશલ્યથી રજૂ કરે જ... પરંતુ રામાયણ-મહાભારત જેવા વિશાળ મહાગ્રંથ જાણે જીભને ટેરવે વિરાજતા હોય તેમ એકાદ પ્રસંગની યાદ આપે અને કવિશ્રીને કંઠેથી સૌમ્ય શબ્દચિની હારમાળા સર્જાવા લાગે... રાષ્ટ્રીય શાયર કવિશ્રી દિનકરજીએ પણ આ અદ્ભુત સ્મરણ શક્તિને... અને આ વિદ્વાન કવિને બિરદાવ્યા હતા... આકાશવાણી પરથી હું સંસ્કૃત તેત્ર તેમ જ શ્રીમદ્ ભગવદ્ગીતાના પાઠ રજૂ કરતે... પૂ. ભગતબાપુ મારા સંસ્કૃત ઉચ્ચાર અને ગાયનનાં વખાણ કરે. એવા પ્રતિષ્ઠાવંત વિદ્વાનની પ્રશંસાથી કેમ આનંદ ન આવે? પણ જ્યારે “મેં તો કંઈ અભ્યાસ કર્યો નથી” એમ નમ્રતાથી કહેતા કવિશ્રી કાગના મુખેથી જ્યારે ગોપીકા ગીત-ભ્રમરગીત કે પુરાણના શ્લોક સાંભળ્યા ત્યારે ઈશ્વર દત્ત વિકતાના દર્શન થયાં. પછી રાજકોટમાં આકાશવાણી કેન્દ્ર થયું.. સૌરાષ્ટ્રની મહામૂલી સંપત્તિ સમી કવિશ્રી કાગની વાણીને ધ્વનિમુદ્રિત કરી...કલાકોના કલાક કવિના કંઠેથી વાણીને અખલિત પ્રવાહ વહેતો જ રહે... આ તે કમાલ કહેવાય !”...ન પુસ્તક, ન લખાણ, સંખ્યાબંધ પ્રસંગે–એ તેજસ્વી પાત્રો -કવિશ્રીના શબ્દ જીવંત બનીને વાતાવરણ પવિત્ર 06) છે આ કવિશ્રી દુલા કાકા ઋાિ-થ '
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy