SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સંભારણ સંસર્ગ રહ્યો. ત્યારે તેમને કમળો થયેલે, શરીર અશક્ત. લથડેલી તબીયત એટલે શ્રી લક્ષ્મીનાથે લોકગીત કે ભજને ગાવાની મનાઈ કરેલી. છતાં રાતના જયારે ઉપરની રૂમમાં સૂવા જઈએ ત્યારે મન મૂકીને બાપા નવી નવી કૃતિઓ સંભળાવે. એ દિવસે ગયા ! રાણબાએ પ્રત્યેક મહેમાનને ચાંદલા કરી લીધેલ ઓવારણાં, ભાતભાતનાં ભાતીગળ ચાકડા-તરણોએ શણગારેલ ઉતારાઓ અને સભાખંડ, ત્રણ ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રની ભાતભાતની વાનગીઓથી કરેલ મહેમાનગત, ભગવતબાપાએ પ્રેમથી ભરાવેલ કેળિયા, રાતના જાતા ડાયરા અને છેલ્લે દિવસે પ્રત્યેક મહેમાનને કિંમતી ધાબળાઓની કરેલ નવાજીશ તેમજ એકસે બે ડિગ્રી તાવ છતાં ડુંગર સ્ટેશને આવી અશ્રુભીની અને મમતાસભર આંખે આપેલ વિદાય એ પ્રેમ અને મમતા જીવનમાં ક્યારેય ભૂલાય તેમ નથી-ક્યારેય નહીં ! ૧૯૪૫-૪૬માં મુંબઈમાં નોકરી કરતું હતું, તે સમયમાં ચારણ છાત્રાલય માટે ભગતબાપા અને શ્રી મેરુભા ગઢવી વગેરે મુંબઈ આવેલા. શરૂમાં બ્લેકી લેજમાં પ્રોગ્રામ યોજાયેલ. હું ત્યાં જઈ પહોંચ્યો, ચરણસ્પર્શ કર્યા અને ભગતબાપા મને ભેટી પડ્યા. મારી આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. મુંબઈના ઘણા પ્રોગ્રામમાં મેં જોયું કે જનતા ભગતબાપાની ઝોળી છલકાવી દેતી હતી. આ રીતે ચારણ છાત્રાલયના પાયામાં ભગતબાપાને પસીને પડો છે. . છેલ્લે ભારત સરકારે પદ્મશ્રી’નું બહુમાન એનાયત કર્યું ત્યારે અમદાવાદમાં ભાઈશ્રી રતિકુમાર વ્યાસને ત્યાં મળવા ગયો, હૈયાનો રાજીપો ઠાલવ્યા, આશીર્વાદ મેળવ્યા. તે સમયે પિતાની સાથે આવેલ હુકકો ભરી આપનાર તરફ આંગળી ચિંધીને ભગતબાપા બોલેલા : જમિયત, આ મારો વા'લે શું કહે છે જાણ છે ?” મેં કહ્યું : “ના બાપા.” જીવનમાં ક્યારેય ન ભૂલાય તે પ્રસંગ મળે. મુંબઈ, અમદાવાદ, સુરત વગેરે સ્થળોએથી શ્રી જયભિખ્ખું દ્વારા લગભગ પોણોસો જેટલા કવિ, પત્રકારો, સાક્ષર, વાર્તાનશે વગેરેને મજાદર નેતરેલા. મુખ્યત્વે શ્રી ધૂમકેતુ, શ્રી જ્યોતીન્દ્ર દવે, મેહનલાલ સોપાન, નીનુ મજમુદાર, રમણિકભાઈ લાલ, હસિત બૂચ વગેરે અને યુવાન પેઢીના કવિઓ હતા. હું તો હોઉં જ, અમે ડુંગર સ્ટેશને ઉતર્યા અને અમારા સ્વાગત માટેના ઉમળકા તેમજ રથ- માફાઓ જોઈ અમે સ્તબ્ધ જ થઈ ગયા. એ વાહનો અને બળદોને જે રીતે શણગાર્યા હતાં તે દૃશ્ય જીવનમાં ભાગ્યે જ જોવા મળશે. વચમાં આવતાં ગામના આગેવાને અને જનતાએ પોતાના જ મહેમાન હોય તે રીતે કરેલાં સ્વાગત, ધજાપતાકાઓથી શણગારેલ માર્ગો અને મજાદરની ભાગોળે બહેન “મને પદમશી કહે છે.” અને મુક્ત હાસ્ય હસી હસાવેલ. આ અમારું છેલ્લું મિલન હતું. મારા કમનસીબે તે પછી કયારેય મળાયું નથી. આજે તે આ બધા અલભ્ય પ્રસંગોનાં સેનેરી સોણલાં અને તેઓશ્રીની સુધાવાણી વાગોળવી રહી ગઈ. તેઓશ્રી હવે નથી એમ માનવા જીવ તૈયાર નથી, એ પ્રશંય સ્નેહ-મમતાભરી મૂર્તિ નજરું સામે તરવરે છે. આ હકીકત હકીકત બની રહેલ છે. લોક હૈયામાં સ્થાન મેળવીને એમણે મૃત્યુના મોઢા પર થપ્પડ મારી છે. • Eા કITી દુલા કાગ અતિ ન
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy