SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સંભારણાં મહારાજને મળ્યા અને આ બધી વાતચીતમાં જમવાનો સમય થયા એટલે મહારાજે અગાઉથી જમવાનું તૈયાર કરાવવા કહેલું એટલે બધા જમવા બેઠા. પતરાળી પડી, મહારાજ બેઠા. સામે દુલા કાગ. બાજુમાં હું બેઠા. પડિયામાં દાળ આવી, કવિએ એને સબડકા માર્યા. પણ આ તો આદિવાસી ભીલની રસોઈ ! દાળ તો ખૂબ જ તીખી, માંમાં પણ ન જાય. એટલે દુલા કાગે મને હળવેથી કહ્યું કે “એક ચમચી થી મગાવ, દાળમાં નાંખુ તે તિખાશ ઘટે.'' સામે બેઠેલા મહારાજ આ વાત કળી ગયા. આદિવાસી ભીલના ઘરમાં ધી કેવું? અને તુરત જ મહારાજે તેમની દાળમાં પાણી રેડયુ. એટલે તીખાશ ઘટી. કવિએ આ જોયું અને તેમનું હૈયું દ્રવી ઉઠયું. મહારાજને માટે અનહદ ભાવ જાગ્યા. ભૂદાન માટે ભેખ ધર્યાં. મહારાજને પોતાને ગામ આવવા તરુ દીધુ તે કહ્યું. “તમે ભ્રામકા માગવાવાળા, આવા મારે આંગણીયે, તમે ગરવી ગુજરાતવાળા, આવે મારે આંગણીયે. તમે રાત દી ફરા પગપાળા, આવો સારે આંગણીયે.” ૧૯૫૯માં મહારાજ તેમના માદરે વતન મજાદરમાં પધાર્યા. ત્યારે પોતાની ૧૨૫૦ વીધા જમીનમાંથી ૬૫૦ વીઘા જમીન, ૧૨ બળદ, ૧૨ હળ, ૧૨ કૂવા અને પાંચ હજાર રૂપિયાનું ઘાસ તેમના ચરણે ધરી દીધું ! ભૂદાન અંગે ગીતો લખ્યાં અને પૂ. વિનેાખાને અણ કર્યાં. સાહિત્યકારોને સરપાવ આવા દરિયાવ દિલના દુલા કાગે ગુજરાતી સાહિત્યના સાક્ષરાને પણ નવાયા. ગુજરાતી સાહિત્ય ૬૩ જગતની વાડાબંધીમાં કાઈ નેય આ લોક સાહિત્યકારને સુવર્ણચંદ્રક આપવાનું ન સૂઝયું. પણ એમણે તે ગુજરાતના સાહિત્યકારો, કવિ અનેલેખકેાનુ બહુમાન કર્યું... જ. ૧૯૬૨માં માદર ગામના તેમના ખારડે ત્રણ ત્રણ દિવસ સુધી ૨૫૦ જેટલા સાક્ષરા, કવિઓને સાત સાત પકવાન જમાડયા. એટલું જ નહિ વિદાળ વેળાએ દરેકને એક કામળા પણ એઢાડવો. તે આવા દરિયાવ દિલના કવિએ કાગવાણીના આઠ આઠ ખંડ રચ્યા તે જેની આઠે આઠ વાર આવૃત્તિએ બહાર પડી. આકાશવાણીએ તેના ઋતિહાસમાં કોઈના પણ સાહિત્યનું રેકડીંગ ન કયુ` હોય તેટલું ૬ પ કલાકના સાહિત્યનું કર્યુ છે. રાય અને રંક એક કવિ દુલા કાગ માટે રાય અને રંક સહુ સરખા હતા. દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં સ્વ. ડૉ. રાજેન્દ્રપ્રસાદથી માંડીને દેશના ટોચના નેતાઓના હૃદય સુધી તેમની વાણી પ્રસરી ચૂકી હતી. ગાંધીજીની અહિંસા અને વિનેખાતા અપરિષ્ઠહ તેમની કૃતિઓમાં વાચા પામ્યા છે. માટે જ તેા કહેવાયુ છે. ચારણ ચેાથે વેદ, વણ ક્રિયા વાતુ કરે લાખે અગમના ભેદ ઈ ભાણેજ ભારી’ગ તણા ગારૂડીની મહુવરને નાદ સાંભળીને જેમ ફણીધર ડોલી ઊઠે તેમ કવિ કાગની કાવ્યધારા અને લેાકગીતો સાંભળીને લેાકહૈયાં ડોલી ઊઠતાં. સાચે જ લાકસાહિત્યના એક વેવ્યાસ હતા. પદ્મશ્રીના ખિતાબથી યાગ્ય રીતે જ વિભૂષિત કરાયા હતા. એમના અવસાનથી લોકસાહિત્યની માળાના મેર તૂટી ગયા છે એમ કહેવાણાં જરાય અતિશયાક્તિ નથી. (‘જનસત્તા’માંથી ટુકાવીને) કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ ક
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy