SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સંભારણા પટે છે. એને પરાક્રમનાં સપનાં આવે છે. લંકાનો ગઢ ઠેકવા જેવાં કામો કરવાની ધગશ રહે છે ! ઘેર પાંખાળા ઘોડા છે ! દીકરો રોજ સો સો માઈલની ખેપ કરે કે આ ભગત થઈને બેઠે બેઠે ગણપતિને પૂજે !' પિતાનું બાપીકુ પૂજવાનું થાનક શક્તિમા ! મા ભવાનીનું એને ત્યાં બેસણું ! અસુરોને સંહારનારી, દાનવો પર કેપ કરનારી માતાના રક્ત ટપકતા ત્રિશલને બદલે આ ઉંદરને આ લાડવાની પૂજા શી ! ઉંદર બિલાડીને સુપરત કરાય ! લાડો પેટને ! એટલે દેવને સાક્ષાત્કાર પૂરો થાય ! આવી વિચારસરણીવાળો મલક પર વગર હાકેમાએ હાકેમ કરે બાપુ. નામ ભાયા કાગ. ભાયા કાગનું નામ સંભળાય કે ભલભલા વ્યાજખાઉનાં ગાત્ર ઢીલાં થાય. એનું નામ ગાજે ત્યાં ગુડા ભાગે નહિ તે એ અધરમીઓને માથે ભાયા કાગ કાળ બનીને આવ્યું જ છે ! સમાધાનમાં, મસલતમાં, દબામણીમાં ભારે કાગ ભારે ! એનાથી સહુ ડરે ! એની વાત બધા રાખે. એની વાત જે ન રાખે એને ઠેર ન રાખે. ભાયા કાગ લહેરમાં હોય ત્યારે દીકરાને વંશવેલાની વાત કરે. ઠેઠ તેરમી સદીની વાત ! બીજલ કવિ એ પિતાને પૂર્વજ ! જ એની કવિતા એવી કે માથું માગે તે માથું મળે, પ્રાણવાન કવિતાનો એ કવિ. કવિતા કરીને તે રાજા રાડિયાસનું માથું માગી આવ્યો ! આ કવિ ! બધે વાહ વાહ થઈ રહી ! પણ કવિ તે એ માથું આપનારના ગુણ ગાવા એના મસ્તક સાથે પોતે બળી મુ. એ બિજલ કાગનો આપણો કુળવેલે ! એ વેલા પર ભાતભાતનાં તાકાતદાર ને નકશીદાર ફૂલ ખીલ્યાં છે ! કવિ બીજલના ત્રણ દીકરા. કાગસુર એમાં નાને. સુર એટલે દેવ. ચારણ બધા દેવ. કાગસુરને ૩૬ મી પેઢીએ ઝાલા કાગ થયા. ગીરમાં રહે. ઢોર ચારે, દુકાળમાં ઢોર સાફ ! ખાવા ટંકનાં ઠેકાણાં ન મળે. આવા ગરીબ ઝાલા કાગને કોણ દીકરી દે ? બત્રીસ-તેત્રીસ વર્ષની ઉંમરે પંડ રળે ને પેટ ભરે એ સ્થિતિમાં ઝાલા કાગ મજાદર ગામે આવ્યા. સાથે બે ભેંસ અને એક પાડો. પાડા પર ઘરવખરી, ભેંસ પર આજીવિકા ! અહીં ચારણની એક શાખનાં ૨૫ ગામ. પણ શાખમાં દીકરી દેવાય નહિ, દીકરી લેવાય નહિ. જહારડું જાણીતે ભડ માણસ. એ ગઢવીની નજરમાં ઝાલે કાગ વસી ગયે. ૪૦ વીધાનું ખેતર ને દીકરી એને દીધાં. એના ભાયા કાગ ! ભાયા કાગના ઘરવાળાનું નામ ધાનબાઈ ! ભાયા કાગને રોટલો ને એટલો એટલાં વિશાળ કે ધાનબાઈ રોજ પોણો મણ દળણું દળે ! આતિથ્યમાં અસ્થિ ગાળી નાખેલાં. વૃદ્ધાવસ્થામાં પૂ. ધાનબાઈ પીડા કરતાં પડખાં પર હાથ મૂકીને કહેતા : “ભાઈ! આ તે દળણાંના ઘા છે !' પરણાગતમાં પ્રાણ પીરસનારી આ અન્નપૂર્ણાને પેટ રત્નાકરમાં મોતી પાકે એમ સં. ૧૯૫૮ ના કારતક વદ ૧૧ ને શનિવારે મધરાતે દીકરે જખ્યો. - એનું નામ દુલે ! દુલા પર મરદ પિતાની આખી દુનિયા ! એમાં દીકરો નાનપણથી વિચારવાળો. ગણીને બેલનારો. એલફેલમાં ન રાચનારો ! (((કuિઝી કુણા કાકા સ્મૃતિ-સાંથ)))))))))
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy