SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ - ~v vvvvv૧//૧૫૧/www^^^^^^^^^^/vvvvv હરતાં ફરતાં, રમતાં ને ગુંજતાં કર્યા છે. અમદાવાદમાં શ્રી મિસ્ત્રીકાકાને ઘેર થયેલી આકસ્મિક મુલાકાત પ્રસંગે મેં કરેલા પ્રશ્નને પ્રત્યુત્તર તેમણે હસતાં હસતાં આ શબ્દોમાં આપે: જાદવભાઈ! તૈયાર રઈનું ભર્યું ભાણું મળી જાતું હોય તે રાંધવાની કડાકૂટમાં કેણ પડે ? આવાં રૂડારૂપાળાં તૈયાર કાવ્યો, ગીતો ને ભજને મળતાં હોય તે નવાં રચવાની માથાકૂટમાં કેણ પડે ?” દર્દભરી ગાયકીમાં કાતું સંત હૃદય પ્રા. દ્વિજે મેરુભાની શક્તિ અને લેકસાહિત્યની રજૂઆતની કળાને અંજલિ આપતા ખરું જ કહ્યું છે કે “પોતે કવિ નહોતા છતાં કવિતાને કંઠ આપીને તેની તમામ છટાથી સાર્થક કરતા. તેમના કંઠમાં કંપનું હતું. વેધકતા હતી. દર્દ હતું. દર્દમાંથી પ્રગટતું સંતનું હૃદય હતું. એમના કંઠની ભવ્ય બુલંદી આસપાસ બેઠેલાઓને સ્વરકની યાત્રાએ ઉપાડી કઈ નવી જ ભૂમિકા પર લઈ જતી. એમની સુરાવટ કોઈ સિદ્ધહસ્ત ગવૈયાને અતિ સાધનાએ જવલ્લે જ સાંપડે એવી હૃદય ડોલાવી નાખે તેવી હતી.” ગાંધીયુગની સાહિત્ય સંસ્કારની ચેતનાને - દીવડો ઝગતો રાખે શ્રી રાયચુરાના સાંનિધ્યે મેરુભાના હૃદયમાં રાષ્ટ્રીયતાનાં સંસ્કારબીજ રોપાયાં. માતા સરસ્વતીની ઉપાસનાની સાથે સાથે એમણે ગુજરાતમાં ભમતા રહી ગાંધીયુગની સાહિત્ય સંસ્કારની ચેતનાનો દીવો ઝગતે રાખે ઠેરઠેર જાતા કાર્યક્રમમાં ગાંધીગીને અને “કબાઉતને દુહા ગુંજવા લાગ્યા : દેશડિયાની દાઝે' - ગાંધીડે હવે ગાંડે થયે રે.” (૧૦) વણ ભાલાં વણ બરછી, વણ બંદૂક વણ તો૫, તારું કટક કાળે કે૫, વણ હથિયારે વાણિયા.” (૧૧) આ ગીતો ઉપરાંત ત્રિભુવન વ્યાસ કૃત “ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી,” કવિ વિયોગી કૃત “મહેલના મહેલથી વહાલી અમને અમારી ઝૂંપડી’ અને મેઘાણીભાઈનાં રાષ્ટ્રિય ભાવના ભરેલાં ગીત મેરુભાના કંઠે સાંભળવા એ એક લહાવો જ ગણાતો. માદરેવતન છત્રાવાથી શરૂ થયેલી તેમની અધી સદી ઉપરાંતની સાહિત્યયાત્રા અમદાવાદ, વડોદરા, દિલ્હી અને મુંબઈથી માંડીને આફ્રિકા સુધી પહોંચી. ..અને “લક્ષપછાવનું દાન મેળવ્યું મેરુભાનું વ્યક્તિત્વ પણ નિર્મળ નીર જેવું પવિત્ર અને બહુરંગી રહ્યું હતું. તેઓ માત્ર લેકસાહિત્યના આરાધક અને ગાયક જ નહોતા પણ દીર્ધદષ્ટ્ર અને સમાજસુધારક પણ હતા. ચારણ કન્યાઓની કેળવણી અથે તેમણે રૂ. ૨ લાખની ટહેલ નાખી. ચારણ ક્ષત્રિયના નાતે જામનગરના રાજમાતા ગુલાબકુંવરબા પાસેથી એક લાખ, એકહજાર એકસોને એક રૂપિયાનો ‘લક્ષપસાવ’ (લાખ રૂપિયાનું દાન) પ્રાપ્ત કરીને પોરબંદરમાં ચારણકન્યા છાત્રાલય ઊભું કર્યું. છત્રવા ગામથી હરિજને માટે ૧૬ ઓરડાઓની વસાહત બંધાવી. ગામના ગરીબ ભંગીને પોતાના ખર્ચે ખોરડું કરાવી આપ્યું. કન્યાશાળા અને કુમારશાળાના ઓરડા બનાવી દીધા. લોકસાહિત્યના મસાલચીને કવિરત્નનું બિરુદ લોકસંસ્કૃતિ અને સાહિત્યના મશાલચી તથા સમાજ સુધારક મેરુભાનું ગાયકવાડ સરકાર, સૌરાષ્ટ્ર નૃત્ય નાટ અકાદમી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, આર્યકન્યા ગુરુકુલ, આઈ. એન. ટી. (મુંબઈ), ચારણ સાંસ્કૃતિક સેવા મંડળ જેવી અનેક સંસ્થાઓએ વખતે વખત સન્માન કરીને તેમની સેવાઓને બિરદાવી છે. દ્વારકા મઠના જગત ગુરુ શ્રીમદ્દ શંકરાચાર્યજીએ તેમને કવિરત્નને ઈલકાબ આપીને તેમની કદર કરી છે. (((((કuિી દુપ્તા કાયા સ્મૃધ્ધિ-સાંથ)) )))
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy