SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન ગાયક બીજલના વારસદાર કવિશ્રી દુલાભાઈ કાગ • શ્રી દુલેરાય કારાણી કાગના કંઠની કવિતાની તે વાત જ શી કરવી, માત્ર એમની વાણી શ્રવણ કરવી, એ પણ જીવનનો એક લહાવો જ ગણાત. આ લહાવાને લાભ અમરગઢની એમની આરામશયાના સમયે એમના અનેક ચાહકોને મળેલે. મારી હાજરી એ વખતે સેનગઢમાં હોવાથી એમના દર્શનની તક અવાર નવાર મળતી. મારી સાથે સેનગઢ ગુરુકુલના આચાર્ય શ્રી ખસિયા સાહેબ અને મહાવીર ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમના ગૃહપતિ શ્રી ખીમજીભાઈ પણ જોડાતા. અમરગઢના આરોગ્યધામના એમના રાજશાહી ઉતારામાં એમની સાથેના વાર્તાલાપમાં કેટલે સમય વહી જતે તેની પણ ખબર રહેતી નહિ. આ વાર્તાલાપમાં કચ્છી-ગુજરાતી કાવ્ય ચર્ચા સિવાય બીજી કોઈ વાતને સ્થાન ન હતું. મને ખબર હતી, કવિ કાગના પૂર્વજ કવિ બીજલે પિતાના કંઠની હલક, માધુર્ય અને મીઠાશથી જૂનાગઢના રા' દયાસને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અને બીજલના એ કંઠની કિંમત કેટલી હતી ? એનું મૂલ્ય હતું, રા’ દયાસનું માથું. જૂનાગઢના રાજવીના માથાના મૂલ્ય બરાબર કવિ બીજલના કંઠનું મૂલ્ય હતું. સિંધના મહાન શાયર શાહ લતીફે સોરઠ-સૂરના સિંધી બહેતોમાં કવિ બીજલ અને રા” દયાસની વાતનું કરુણ રસપૂર્ણ વર્ણન કર્યું છે. બીજલ જ્યારે રા’ દયાસના માથાની માગણી કરે છે ત્યારે રા” તેને શું કહે છે ? મથે મથે મુંહ જે, જ કોડ હુ કપાસ, ત વારે વારે વહેડીયાં, સિસી કે સે વાર, તે પણ તપ તવાર, તજી તે મથે વિઝે. ભાવાર્થ-હે ગાયક, જે મારા માથા પર કરોડો કપાળ હોત અને સેંકડો વાર મેં મારાં માથાં વાઢીને તને આપ્યાં હોત તે પણ તારા વાજિંત્રના તારની કિંમત મારાં માથાં કરતાં વધી ગઈ હોત. બીજલ કવિના કંઠમાં કેટલી શક્તિ હતી, તે શાહ લતીફના રિસાલાના આ એક જ સિંધી ખેત પરથી સમજી શકાશે. એ વખતે કવિ કાગને મેં કહ્યું : કવિરાજ, આપના કંઠની હલકે ભારતની જનતાને મુગ્ધ કરી છે, તેનું કારણ છે-અનેક પેઢીઓ પછી આપના કંઠને મળેલ આપના વડીલ કવિ બીજલને વારસો !” એ વખતે કવિના ચહેરા તરફ નજર કરતાં હું સમજી શક્યો, કે મારી આ નવી વાતે કવિ પર ઘેરી અસર કરી હતી. બહુ બોલવાની ડોકટરોની મનાઈ છતાં એ મનાઈને કવિ ગણકારતા નહિ. એમની વાણીને પ્રવાહ ચાલુ થયા પછી ગંગાના પ્રવાહની પેઠે સતત ચાલુ જ રહે. કવિની વાણી પર તાળું કોણ મારી શકે ? કવિને બહુ બેલતા રોકવા માટે તક જોઈને હું એમને કચ્છી કવિતાઓ સંભળાવવા લાગતો. ભુજિયા કિલ્લાની “કચ્છી સંગર” સાંભળીને કવિ @કgિશ્રી દુલા કાકા સ્મૃતિ-થ )
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy