SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ. પુરાયેલાં હોય છે. પશુને સંપર્ક તેના પ્રેમને વિસ્તાર કરે છે. મનુષ્યતર સૃષ્ટિ તરફની પૂર્ણ બુદ્ધિ જગાડે છે. પરસ્પર પ્રત્યક્ષ સ્વરૂપે અવલંબતાં તેને સૌના સુખમાં આપણું સુખ, એવો અનુભવ કરાવે છે અને પ્રકૃતિ સાથેનું તેનું તાદામ્ય તેને ઈશ્વર તરફ વાળે છે. કારણ, તે જુએ છે કે પ્રકૃતિ પર કેટલીક બાબતોમાં તેની સત્તા ચાલતી નથી, અને કર્મફળ પ્રાપ્ત કરવા માટે કેવળ પુરુષાર્થ બસ નથી. માણસ પૂરો સ્વાધીન પણ નથી અને છતાં પૂરો પરાધીન પણ નથી. આ અલૌકિક સત્યને તેને નિત્ય અનુભવ થાય છે. બર્ટાન્ડ રસેલે એક જગ્યાએ વિજ્ઞાનના અતિરેકે મનુષ્યને પિતે ઈશ્વરની સમકક્ષ છે તેવો જે અહંકાર પેદા કર્યો છે, તેમાંથી નિપજતા ભય તરફ આંગળી ચીંધી છે. રસેલની કક્ષાને વિચારક આ સૈકામાં બીજે થયો નથી. તે ધાર્મિક માણસ ન હતા. વિજ્ઞાનને તેમણે પિતાની અદ્ભુત ગાણિતિક મેધાથી પીધું હતું અને તે પછીથી તેમણે આ ચેતવણી ઉચ્ચારી હતી કે ઈશ્વરની સમકક્ષ પ્રતિભ્રમમાં હોવાનું અભિમાન મનુષ્ય જાતિ માટે એક શાપ સમાન નીવડી જશે. આને જ નવા સમાજશાસ્ત્રીઓ બીજી રીતે કહે છે : તેઓ કહે છે, સમાજ ફેઈસ ટુ ફેઈસ સોસાયટી હોવો જોઈએ.' એટલે કે નાનો, એક બીજાને રોજ મળતા, . હળતે, એકબીજાના કામકાજમાં એકબીજા સાથે જોડાયેલું અને એ રીતે એકબીજાને ઓળખવાની સહજ પરિસ્થિતિવાળો હોવો જોઈએ. તે જ માણસ સ્વસ્થતા અને સુખને અનુભવ કરી શકશે. લોકજીવનને મહિમા ગાનારાઓનું પણ આ જ કહેવું છે. તેઓ મનુષ્યને પ્રકતિથી અલગ કલપી શકતા નથી. ખેતરની ખુલ્લી હવા અને વનસ્પતિને સહવાસ તેમને એક નવી સમજ આપે છે. દુલાભાઈ આવા લોકજીવન વચ્ચે રહ્યા તેથી તેમની કવિતામાં પશુ, પંખી, બધાને મહિમા ગાય છે. ગમે તેટલું શેધીએ તે પણ તેમાં સીમેન્ટ, નાઈલેન કે રોકેટને મહિમાં શોધી શકાશે નહિ. આવો પાયામાં પડેલે નિત્ય અનુભવ, એક વ્યવહારુ હાથવગું તત્ત્વજ્ઞાન જાણ્યા પછી માણસને સાર સૂયા વિના જપ વળતો નથી. પણ આ સાર શોધવા માટેની અનુકૂળતા અતિ મોટા ઘટક કે અતિ જટિલ વ્યવસ્થામાં સામાન્ય માણસ માટે શક્ય નથી. નહિ કે ત્યાં સાર શોધવાનું અશક્ય છે ! આખરે જટિલ સમાજમાં પણ કોઈને કોઈ પ્રકૃતિના કાચા મસાલા ઉપર જ ઉત્પાદન થતું હોય છે અને કેઈ ને કઈ વહીવટકારો ત્યાં પણ હોય જ છે. પણ સામાન્ય જનને માટે તે તાંતણે પકડવો, સમજ અને અનુભવવો તે જગ્યાએ મુકેલ છે, તેથી તેમને નિરાંત મળતી હોતી નથી. આજકાઇ - P S ICECII ŠTOI 2011
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy