SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન ૪૫ મારું ઘર. તેઓ ઉડેચા મોભ કહેવાય છે, અને એનું ગામ છે. ખાંભા પાસે મોભના નેસડા. ત્રણ ભાઈઓને જ વિસ્તાર. ત્યાં વસે છે આ મોભ, ભીમો મોભ, અને રાજે મોભ. હું જ્યારે કંટાળા' રહેતો હતો ત્યારે અમે રાજા મોભ પાસે મહિને મહિને દિ’ રહેતા. કુંભણના જેઠસુર દેવ પણ મારી સાથે રહેતા. ધાતરવડી નદીમાં નહાવાનું, અને ખાવા માટે તે પૂછવું જ શું ! આ રાજા મોભના ભા આઈ નાંદુબાઈ મજાદર પાસે બાલાપર ગામનાં મેગળ શાખાનાં હતાં. સવારમાં ગોરસ રોટલા સગા દીકરાના ભાવથી અમને ખવડાવતાં. એમાં જે મીઠાશ આવતી એ મીઠાશ રાજમહેલના થાળમાં ચે હજુ સુધી આવી નથી. આપા મેભને જેઠસુર મોભ. જેઠસુર મોલની હાલ અવસ્થા પચાસ વરસ આસપાસની. કાયમ એકટાણું કરે છે, મહેમાનોને પ્રાગવડ અને ગરીબોને એ માળો . નદીએથી પાણી વિનાની કઈ ગાય પાછી જાય, તે જેઠસુર મોભને ત્યાંથી કઈ માગવાવાળે નિરાશ જાય. એને સ્વભાવ પણ પ્રસન્ન. આતા માફક હસ્યા જ કરે, રૂંવાડે રૂંવાડે જીવ. ખેડ, માલઢોર, મેમાન તથા પિતાના વહેવારની એટલી સુંદર વ્યવસ્થા કે વાત કરવાની નહિ. વરસ દિ'એ પચીસ-ત્રીસ હજારનું શીંગનું વેચાણ થાય. એનાં ખેતર કપટીના કાળજા જેવાં કાળાં કાળા ડિબાંગ. દાંત ખોતરવા ખડની સળી પણ ન મળે. અમારી દારૂબંધીની હાકલ ઝીલનારા મારા દીકરા જે જ સાંગણિયા ગામે હિપા મોભને બાઉભ. મજાદર પાસે ઉંટિયા ગામે રાશિંગ લાખણોતરા (આહીર)ને દીકરે મેળો ભાઈ અને આપા મોભને કરણ જે આ જેઠસુર એભ. સૌથી છેલ્લે રામનળને પૌત્ર બાઉ મોભ. બઉ મોભ છે તે છેડી માટીને ઘડેલે, પણ જોવા જેવો વીર અને દાતાર છે. આ ચા ઘર દારૂનાં સદાવ્રત. જેની ત્રણ ત્રણ પેઢીથી દારૂ પીવાય. ઉપરવાસ નીકળ્યા હોય તે જેના પરસેવામાં દારૂ ગંધાય, જેને ત્યાં હજારો માણસોની કંઠી તોડી દારૂ પવાય. એવા આ ચારે દિપાળાએ એક જ ક્ષણમાં દારૂને હરામ કર્યો. એટલું જ નહિ પણ પિતાના લાગતા-વળગતામાં દારૂ છોડાવવા મહેનત આદરી. અને હજારો આહીર કુટુંબોએ દારૂ છોડ્યો. મજાદર મુકામે જ્યારે સપ્તાહ પૂર્ણાહુતિમાં આ બધા ભાઈએ આવ્યા. અને આતા પણ મારી મદદ આવ્યા. મેં હાકલ કરી કે અમુક ગામના ભાઈઓ દારૂ નહિ છોડે ત્યાં સુધી પાઘડી નહિ બાંધું. આ વર્ષોથી ઝંખતે હતું કે કેમેય વાળાક, નાઘેર, ગીર અને બાબરિયાવાડમાંથી દારૂ જાય. અને આ બધા જુવાની ફરિયાદ વારંવાર મારી આગળ કરતા હતા. જે દારૂના જ દાતણ કરતા, અને જેને ભાગ્યે ભૂખ જાય એવા આ જુવાનોએ જ્યારે દારૂ છોડ્યો ત્યારે મારી આંખે હર્ષનાં આંસુ રેલ્યાં. તે દિવસ મજાદર હજારે માણસે આવ્યાં હતાં. શ્રી જયમલ્લા પરમાર, શ્રી રામનારાયણ પાઠક વગેરે ભાઈઓ મને મદદ કરવા આવેલા હતા. ત્યાં એક ખેલ બની ગયો. ઝાંપાની ડેલીએ આતા ખાટલા પર બેઠા હતા, ત્યાં આ બધા જુવાનેએ આતાને ઘેરી લીધા. અને " કહેવા લાગ્યા કે અમને દારૂ છોડાવીને હવે બેખે મોઢે બીડી કેમ પીઓ છો ? છોડે બીડી, નીમ . એ જ વખતે આતાએ બીડી ફગાવી હરામ કરી. આ વાતને આજે પાંચ પાંચ વર્ષ વીતી ગયાં છે. આવા ચાર પાંચ નહિ પણ કેટલાયે જુવાનોએ દારૂ છોડ્યો. એની હિંમત, દઢ શ્રદ્ધા, અને એકવચનની કિંમત કરું છું ત્યારે હૃદય ભરાઈ જાય છે. એક ચા છેડે હોય તે પણ ભલભલા માણસે એડ ખજવાળે છે, ત્યારે વ્યસનોના રાજા દારૂને પક્ષો રો વિઝા દુલા કાગ સ્મૃતિ ગ્રંથ
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy