SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ ૨૪ ચાકરી હાથ ધરી લેાકેામાં ‘સંત દેવીદાસ’નું નામ સદા વહેતું કરેલું. દુધાધારી મહારાજ સતાધારથી આથમણા બે ગાઉ ચાલીએ એટલે આવે સરસઈ. ઉત્તર ભારતના ચમાર સત રોહીદાસ દ્વારકા પ્રભાસની યાત્રાએથી પાછા ફરતાં અહીં રોકાઈ ગયેલા ને આ સરસઈ ને પાતાનુ બનાવેલ. ઉત્તર તરફથી પાછા ફરીએ એટલે ગીરના દરિયાદા છેડાના રખેવાળ અને મધુન્દ્રીતે આથમણે કાંઠે બિરાજતા દ્રોણીઆ મહાદેવ આવે. પેઠિયાના મેઢામાંથી અખડ જળવેાધ મહાદેવ પર દિવસ રાત પડે છે. સતિયાં માનવીના ધ્યાધમને કોઈ અંત હાતા નથી, તેમ આ જળધારી હજારા વર્ષથી પડૅ છે, છતાં પાણી ખૂટતાં નથી. ગીરના ચંદરવાને છેડે છેડે ભક્તિ, ધર્મ અને વીરતાના ખુટ્ટા ઊપડેલ છે. એ ભૂમિની ચારે બાજુ શૌર્ય, ભક્તિ તથા જ્ઞાનના સંદેશા આપતા અચળ મિનારા ખડા થયા છે. અને શૌય, બલિદાન ને ભક્તિધારાની ત્રિવેણીએ સૌરાષ્ટ્રની આ ગીરભૂમિને પવિત્ર બનાવેલ છે. અમરેલી જિલ્લાના મેાટી ધારી પાસે સરસિયા નામનું ગામ છે. આ ગામ ગીરના કાંઠા પર છે. તુલશીશ્યામના આદિમૂળ છેક યમુનાજીને કાંઠે પડચાં છે. ઉત્તર પ્રદેશના સત દુધાધારી મહારાજ ખસેાવ અગાઉ સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે તેમણે પહેલા વિસામે આ સરસિયા ગામને આથમણે પાદરે લીધેલા. ભાવિક ભક્તોએ તે સ્થાને મકાનો, ધશાળા વગેરે બનાવ્યાં, અને નાની એવી શ્યામજી મહારાજની મૂર્તિ પણ પધરાવી. પછી તે। દુધાધારી મહારાજને ભગવાન તુલશીશ્યામનાં તેડા આવ્યાં, અને તેએ ગીરના મીઢાને નેસડે માલધારી ચારણા વચ્ચે ઝૂંપડી કરીને વસ્યા. આ દુધાધારી મહારાજ પછી વૈષ્ણવ સાધુઓની ખારથી ચૌદ પેઢીએ સરસિયામાં થઈ ગઈ છે. સંવત ૨૦૦૮ની સાલમાં હાલના મહંતશ્રીએ ખાદકામ કરાવતાં એક આંબા નીચેથી શ્રી શ્યામજી મહારાજ અને મહારાણી રુક્ષિમણીજીની મૂર્તિ નીકળી. શ્યામજી મહારાજની મૂર્તિ સાડા પાંચ ફુટ ઊંચી છે, સત્તર મણ જેટલું વજન છે. તે રુક્ષ્મિણીમાતાની મૂતિ ત્રણ ફૂટ ઊંચી છે. ખાદતાં ખાદતાં પડખેથી એક સાધુની સમાધિ નીકળી ને તેમાંથી તેનાં હાડકાં નીકળ્યાં. શ્યામજી મહારાજ દરખંડના કાળમાં આ સાધુને એમ લાગ્યું હશે કે કોઈ વિધી આવીને મૂર્તિને ભાંગી નાખે એના કરતાં મારા આ ઇષ્ટદેવને જમીનમાં પધરાવી દઉં' ને હું પણ તેના ખોળામાં સમાધિ લઉં. એઉ મૂર્તિ એ ખાદી કાઢવામાં આવી ત્યારે તે ઉથમી દટાયેલી હતી. આમાં પણ એ સાધુની દીદષ્ટિ જ દેખાય છે કે કોઈ કાળે ખેાદકામ થાય ત્યારે મૂર્તિ ઊંધી દાટેલ હાય તેા તેના આગલા ભાગને ઈજા ન થાય. સંવત ૨૦૧૯ ના શિયાળામાં હું સરસિયા ગયેલા તે આ મૂર્તિનાં દર્શીન કરીને કૃતાર્થ થયેલા. સમસ્ત સૌરાષ્ટ્રમાં આ મૂતિ જેવી રૂપાળી, ઊંચી, ગંભીર અને મહાનતાની પ્રતિમા જેવી મૂર્તિ મેં હજુ જોઈ નથી. આ મૂર્તિ એ! જ્યારે નીકળી ત્યારે લાખા માણસે તેને જોવા અને દર્શન કરવા સરસિયા આવેલા. અને પેલા સમાધિ લીધેલ સાધુના હાડકાંની કણીના રાઈરાઈ જેવડા ટુકડાઓને પવિત્ર અવશેષો માનીને પોતાની સાથે લેતા ગયેલા. વાચકવર્ગીને મારી ભલામણ છે કે તુલસીશ્યામ, પ્રાચી, પ્રભાસપાટઙ્ગ, દેહાત્સ, સતાધાર, કોણીઆ, કનકેશ્વરી બધે સુખેથી જો, પણ હું ચોક્કસ કહુ. છું કે સરસિયાની આ શ્યામજી મહારાજની મૂર્તિનાં દર્શીન નથી કર્યા. ત્યાં સુધી ગીરયાત્રા નથી કરી, એવી આ અદ્ભુત મૂતિ છે. કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy